નેશનલ

Viral Video: દિલ્હીમાં કારચાલકની દબંગાઇ, બે પોલીસને બોનટ પર 20 મીટર ઢસડ્યા

નવી દિલ્હીઃ હિટ એન્ડ રનના કેસમાં દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં ડ્યુટી પર તહેનાત દિલ્હી ટ્રાફિક પોલીસના બે જવાનોને કથિત રીતે કારચાલકે કારના બોનટ પર લગભગ 20 મીટર સુધી ઢસડ્યા હોવાની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે સાંજે લગભગ 7.45 વાગ્યે વેદાંત દેશિકા માર્ગ પાસે બેર સરાઈ ટ્રાફિક સિગ્નલ પર બની હતી, જ્યારે એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ કારચાલકની હરકતને પણ વખોડી નાખ્યો હતો.

આ પણ વાંચો: Surat માં કારચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

અધિકારીએ કહ્યું હતું કે કિશન ગઢ પોલીસ સ્ટેશનમાં એક પીસીઆર કોલ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે એક અજાણ્યા વાહને ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મીઓને ટક્કર મારી હતી અને કાર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
તેમણે કહ્યું કે એક ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે ઘાયલ જવાનોને પીસીઆર વાન મારફતે સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે ટીમ હોસ્પિટલ પહોંચી અને મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (એએસઆઇ) પ્રમોદ અને હેડ કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણની હાલત સ્થિર હોવાની જાણકારી મળી હતી.

બે ટ્રાફિક પોલીસ જવાનોના નિવેદન અનુસાર, તેઓ ટ્રાફિક ઉલ્લંઘન માટે નિયમિત ચલણ આપી રહ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે લગભગ 7.45 વાગ્યાની આસપાસ એક કારને ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઇટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

આ પણ વાંચો: Hit and run : અમદાવાદમાં સાંજે ચાલવા નીકળેલા પરિવારને કારચાલકે ઉડાવ્યા

જ્યારે શૈલેષે કાર ચાલકને રોકવાનો ઇશારો કર્યો તો ડ્રાઇવરે શરૂઆતમાં તેની કાર રોકી હતી પરંતુ અચાનક ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. કારચાલક બંને કર્મચારીઓને બોનેટ પર લગભગ 20 મીટર સુધી ખેંચીને લઇ ગયો હતો. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળની તપાસ કરી હતી.

અધિકારીએ કહ્યું હતું કે “એએસઆઈ પ્રમોદ અને હેડ કોન્સ્ટેબલ શૈલેષને થયેલી ઈજાઓ સામાન્ય છે. પરંતુ કાર ચાલકનો ઇરાદો તેમને મારવાનો હતો. આરોપી કારચાલક સામે હત્યાનો પ્રયાસ અને સરકારી કર્મચારીને ફરજ નિભાવવામાં અડચણ ઉભી કરવી, જાહેર જીવનને જોખમમાં નાખવા સહિતના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે તેમણે કારચાલકની ઓળખ કરી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button