Delhi પોલીસની મોટી કાર્યવાહી, બાંગ્લાદેશીઓને ઘૂસણખોરી કરાવતી ગેંગના આઠ લોકોની ધરપકડ…

નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં દિલ્હી પોલીસે એક મોટી કાર્યવાહીમાં ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસે આ ગેંગના આઠ લોકોની ધરપકડ કરી છે. આ ગેંગના લોકો બાંગ્લાદેશીઓ પાસેથી નાણાં એકત્ર કરીને તેમને ભારતમાં લાવતા અને તેમને સ્થાયી કરવામાં મદદ કરતા હતા. આ ઉપરાંત પોલીસે ગેરકાયદે વસવાટ કરતા ત્રણ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો…પોલીસ અને લૂંટારા વચ્ચે થયો ગોળીબાર; એકનું એન્કાઉન્ટર, ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ…
મુંબઈમાં પણ કાર્યવાહી કરાઇ હતી
દિલ્હીમાં થોડા દિવસો પૂર્વે પોલીસે વિવિધ વિસ્તારોમાંથી 24 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. દિલ્હી ઉપરાંત દેશના અન્ય ભાગોમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં મુંબઈમાંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ઘૂસણખોરી અને ગેરકાયદે કબજો સહન કરવામાં નહીં આવે
આ ઉપરાંત શુક્રવારે, દિલ્હીના પીડબ્લ્યુડી મંત્રી પ્રવેશ વર્માએ જણાવ્યું હતું કે ચિલ્લા ગામમાં નિરીક્ષણ દરમિયાન, સ્થાનિક રહેવાસીઓએ જાણ કરી હતી કે રોહિંગ્યા-બાંગ્લાદેશીઓએ સરકારી જમીન પર ગેરકાયદે રીતે કબજો કર્યો છે. આ બિલકુલ અસ્વીકાર્ય છે આ માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે આ અતિક્રમણો શક્ય તેટલા વહેલા દૂર કરવામાં આવશે. દિલ્હીમાં ઘૂસણખોરી અને ગેરકાયદે કબજો બિલકુલ સહન કરવામાં નહીં આવે.
18 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે પહાડગંજ વિસ્તારમાં ગેરકાયદે રીતે રહેતા બે બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી અને એક સગીરને પકડ્યો હતો. 21 બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાંથી 18ને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેની પાસેથી 2 ભારતીય પાસપોર્ટ, 2 બાંગ્લાદેશી પાસપોર્ટ, 5 આધાર કાર્ડ, 2 પાન કાર્ડ, 08 બેંક પાસબુક અને ડેબિટ કાર્ડ અને 1 બાંગ્લાદેશી શિક્ષણ બોર્ડની માર્કશીટ મળી આવી હતી.