Top Newsનેશનલ

દિલ્હીમાં કારમાંથી 3 મૃતદેહ મળી આવતાં ખળભળાટ, હત્યા કે આત્મહત્યા?

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીમાં એક કારમાંથી ત્રણ લોકોની સંદિગ્ધ હાલતમાં લાશ મળી આવી છે. આમાં ત્રણ લાશમાંથી એક મહિલા અને બે પુરૂષોની લાશ મળી આવતા દિલ્હી પોલીસ દોડતી થઈ ગઈ છે. આ સમગ્ર મામલો પશ્ચિમ વિહારની નજીક પીરાગઢી ફ્લાયઓવર પાસે બની છે. આ ઘટનાથી આસપાસ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ હત્યા કે હુમલાના કોઈ નિશાન નથી મળ્યા. જેથી આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.

બે પુરુષો અને એક મહિલા સહિત ત્રણની લાશ મળી આવી

વધારે વિગતે વાત કરવામાં આવે તો ડીસીપી આઉટર ડિસ્ટ્રિક્ટ સચિન શર્માએ આ ઘટના મામલે જણાવ્યું કે, અમને ફોન આવ્યો હતો કે કારમાં કેટલાક લોકોના મોત થયા છે. જ્યારે અમે પહોંચ્યા ત્યારે અમને ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યાં હતાં.. તેમની ઓળખ થઈ ગઈ છે: બે પુરુષો અને એક મહિલા. અત્યાર સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. આ ત્રણ લોકોના મૃતદેહ બાહ્ય ઇજાના નિશાન નહોતા. મૂળ વાત એ છે કે, પોલીસની પ્રાથિમક તપાસમાં કોઈ પણ સંદિગ્ધ બાબતો મળી આવી નથી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની આશંકા

મૃતકોની વાત કરવામાં આવે તો તેમાં 62 વર્ષીય રણધીર, 42 વર્ષીય શિવનેરેશ અને 40 વર્ષીય લક્ષ્મીની ઓખળ થઈ છે. આ કાર રણધીરની હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે આપેલી વિગતો પ્રમાણે, પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની આશંકા છે કારણ કે શરીર પર ઈજાના કોઈ નિશાન નથી. કોઈ ઝેરી પદાર્થ પીવાથી આ ત્રણેયનું મોત થયું હોવાની શક્યતાઓ છે. આ ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યાં છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ મામલાની સાચી હકીકત જાણવા મળશે.

આ પણ વાંચો…દિલ્હી પોલીસે 100 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો, આરોપીઓ નકલી પોલીસ બની લોકોને છેતરતા…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button