
નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના ભાગરુપે સુરક્ષાતંત્રએ ફરિદાબાદમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો પકડી પાડવાના અહેવાલ વચ્ચે આજે પાટનગરમાં સાંજના સુમારે થયેલા વિસ્ફટોને કારણે સુરક્ષા તંત્ર હરકતમાં આવી ગયું છે. પાટનગરના ઐતિહાસિક લાલ કિલ્લા નજીકના મેટ્રો સ્ટેશનને પાર્ક કારમાં એટલો ભયાનક વિસ્ફોટ થયો કે આસપાસને કારમાં આગ ફાટી નીકળી હતી, જ્યારે વિસ્ફોટની તપાસ માટે કેન્દ્રીય એજન્સી પણ ઘટનાસ્થળે રવાના થઈ છે. આ વિસ્ફોટને કારણે મોટી જાનહાનિના સમાચાર મળ્યા છે.
સાંજના સાત વાગ્યાના સુમારે થયેલા વિસ્ફોટમાં લગભગ અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. પ્રાથમિક અહેવાલ મુજબ વિસ્ફોટમાં આઠ લોકોનાં મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઈજા પહોંચી છે. મૃત્યુ આંકમાં વધારો થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઘટનાસ્થળે હાથ ધરવામાં આવેલી બચાવ કામગીરી દરમિયાન ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ પછી પોલીસે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી લગાવી છે, જ્યારે ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. ઉપરાંત, સીસીટીવી કેમેરા મારફત તપાસ આદરવામાં આવી છે.
વિસ્ફોટ પછી દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે તપાસ માટે ફોરેન્સિક અને ટેક્નિકલ એક્સપર્ટ્સને રવાના કરવામાં આવ્યા છે. ઉપરાંત, કેન્દ્રીય એજન્સી પૈકી એનઆઈએ અને એનએસજીની ટીમ પહોંચી છે. વિસ્ફોટ પછી અમુક કારમાં ભીષણ આગ લાગી હતી, જ્યારે સ્ટ્રીટ લાઈટ પણ તૂટી ગઈ છે.
વિસ્ફોટ પછી સમગ્ર વિસ્તારને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે આસપાસના વિસ્તારોની દુકાનોને બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાના ભાગરુપે ચાંદની ચૌક માર્કેટને બંધ આપવામાં આવ્યું છે, જ્યારે લાલ કિલ્લા આસપાસના વિસ્તારના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. અહીં એ જણાવવાનું કે પાટનગરથી નજીકના ફરિદાબાદમાંથી 2,900 કિલો એમોનિયમ નાઈટ્રેટનો જથ્થો પકડવામાં આવ્યા પછી સુરક્ષા તંત્ર સતર્ક બની ગયું છે.



