દિલ્હીનો તાજ કોણ ક્યારે પહેરશે? જાણો શું છે લેટેસ્ટ અપડેટ…

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં વિધાન સભાની ચૂંટણીના પરિણામ આવી ગયા હોવા છતાં સીએમનો કાંટાળો તાજ કોના શિરે નાંખવો એની મડાંગાંઠ ચાલુ હોવાથી પીએમ મોદીની વ્યસ્તતા અને વિદેશ યાત્રાને કારણે હજી સુધી નવા સીએમની વરણી થઇ શકી નથી, પણ હવે પીએમ મોદી તેમની ચાર દિવસની વિદેશયાત્રા સમાપ્ત કરીને દિલ્હી આવા નીકળી ગયા છે, તેથી હવે નવા સીએમની નિમણૂકની ગતિવિધિઓ તેજ બની છે. સૂત્રોએ જણાવ્યું છે કે નવા સીએમની નિમણૂક અને શપથ ગ્રહણ સમારોહ 19 કે 20 ફેબ્રુઆરીએ થવાની સંભાવના છે.
Also read : ટ્રમ્પે મોદીને આપી ખાસ ગિફ્ટ, અમદાવાદનો પણ છે ઉલ્લેખઃ જુઓ તસવીરો
વડા પ્રધાન મોદી વિદેશથી પાછા ફરે ત્યાર બાદ તેઓ ગૃહ પ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા અને ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે. બેઠકમા દિલ્હીના મુખ્ય પ્રધાન પદ માટેનો નેતાની પસંદગી કરવામાં આવશે. દિલ્હી વિધાન સભામાં ભાજપના 48 વિધાનસભ્ય ચૂંટાયા છે. આ 48માંથી 15 નામ અલગ તારવવામાં આવ્યા છે. હવે એમાંથી 9 નામ પસંદ કરીને તેમાંથી મુખ્ય પ્રધાન, કેબિનેટ પ્રધાનો અને સ્પીકરના નામની જાહેરાત કરવામાં આવશે.
દિલ્હી વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે બે તૃતીયાંશ બહુમતી મેળવીને એક દાયકા બાદ આમ આદમી પાર્ટીના શાસનને ફગાવી દીધું છે. તેથી હવે આવી જ્વલંત સફળતા બાદ દિલ્હીનો મુખ્ય પ્રધાન કોણ બનશે એ જાણવાની સહુને ઉત્સુક્તા છે. આમ પણ ભાજપે દિલ્હી વિધાન સભાની ચૂંટણી માટે મુખ્ય પ્રધાન પદનો કોઇ ચહેરો જાહેર કર્યો નહોતો. હવે કેન્દ્રીય નેતૃત્વ આ અંગે નિર્ણય લે તેવી શક્યતા છે.
Also read : અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે…
દિલ્હી વિધાન સભાની ચૂંટણીમાં ભાજપને 48 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટીને 22 બઠકો મળી છે અને કૉગ્રેસ ઝીરોમાં સમેટાઇ ગઇ છે. આ વખતે હવે દિલ્હીને ભાજપના ચોથા મુખ્ય પ્રધાન મળશે. અગાઉ ભાજપના મદનલાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ દિલ્હી પર રાજ કરી ચૂક્યા છે. ભાજપ છેલ્લા 27 વર્ષથી દિલ્હીમાં દેશનિકાલ જેવી અવસ્થામાં હતી. દિલ્હી સર કરીને હવે તેણે દબદબો પાછો મેળવ્યો છે.