
નવી દિલ્હીઃ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે હળવો વરસાદ પડી રહ્યો છે એવા સમયે દિલ્હીના નવા ચૂંટાયેલા મુખ્ય પ્રધાન અને મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. દિલ્હીના મુખ્ય પ્રધાનના નામની જાહેરાત થઈ ગઈ છે. મુખ્યપ્રધાન તરીકે રેખા ગુપ્તાના નામ પર મોહર મારવામાં આવી છે. રેખા ગુપ્તા સહિત સાત વિધાન સભ્ય આજે શપથ ગ્રહણ કરી શકે છે. આ સભ્યોમાં પ્રવેશ વર્મા, આશિષ સુદ, મન્જિંદર સિરસા, પંકજસિંહ, કપિલ મિશ્રા અને રવિન્દ્ર ઇન્દ્રજનો સમાવેશ થાય છે.
દરમિયાન હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આજે સવારથી બપોર સુધી દિલ્હીમાં ભારે પવન ફૂંકાશે. આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને 13 ડિગ્રીની સેલ્સિયસની આસપાસ રહેશે. આમ દિલ્હીના ઠંડકભર્યા વરસાદી વાતાવરણમાં આજે મુખ્યપ્રધાનનો શપથ વિધિ કાર્યક્રમ થશે.
Also read: દિલ્હીને ચોથા મહિલા મુખ્ય પ્રધાન મળ્યાં, દરેક CM કેટલું ટક્યાં?
કોણ છે રેખા ગુપ્તા? ઃ-
રેખા ગુપ્તા 50 વર્ષના છે અને તેઓ મૂળ હરિયાણાના જિંદ જિલ્લાના છે. તેમનો પરિવાર 1976 માં દિલ્હી શિફ્ટ થયો હતો. તેમણે તેમનું શિક્ષણ દિલ્હીથી અને મેરઠથી મેળવ્યું છે. તેમના પતિનું નામ મનીષ ગુપ્તા છે. રેખા ગુપ્તાએ બી કોમ.,એલએલબી, એમ એ, એમબીએ કરેલું છે અને તેઓ વ્યવસાય એ વકીલ છે. તેઓ દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ મહિલા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે.
તેમણે તેમના નિકટના પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના વંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યા હતા. તેઓ વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં સક્રિય છે. રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવા બદલ ભાજપના નેતા પ્રવેશ વર્માનું પણ નિવેદન આવ્યું છે તેમણે કહ્યું હતું કે, રેખા ગુપ્તા મુખ્ય પ્રધાન બન્યા તે ખુશીની વાત છે