મેટ્રો કે કુસ્તીનો અખાડોઃ મહિલાઓ દે ધનાધન બાખડી, જુઓ વીડિયો…

નવી દિલ્હી: દિલ્હીની મેટ્રો વારંવાર ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. અવારનવાર મેટ્રો અંદરના વીડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક ડાન્સની રીલ્સ તો ક્યારેક મુસાફરો વચ્ચેના ઝઘડા દેખાય છે. હવે એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
જેમાં બે મહિલાઓ એકબીજા સાથે લડતી જોવા મળી હતી, જે વીડિયો વાયરલ થયા પછી લોકોએ આશ્ચર્ય વ્યક્ત કરતા અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી, જેમાં અમુકે WWFની મેચ સાથે સરખાવી રહ્યા છે, તો કેટલાક તેને કુસ્તીના અખાડા જેવું કહી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં દિલ્હી મેટ્રોના કોચમાં બે મહિલાઓ એકબીજા પર હુમલો કરતી દેખાય છે. મેટ્રો કોઈ સ્ટેશન પર થોભી છે અને દરવાજા થોડી વાર માટે ખુલ્લા છે. પાછળથી મેટ્રોની ઑડિયો ગાઇડ સંભળાય છે.
જેમાં મુસાફરોને દરવાજાથી દૂર રહેવાનું કહે છે. દરમિયાન બે મહિલાઓ એકબીજાના વાળ ખેંચી રહી છે અને એક તો સીટ પર પડી જાય છે, જેનાથી કોચમાં અરાજકતા ફેલાઈ હતી.
આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે આ ઝઘડો સીટ મેળવવા માટે થયો હતો, જ્યારે અન્યમાં કહેવાય છે કે બંને મહિલાઓ એકબીજાને ગાળો અને ધમકી આપી રહી હતી.
જોકે, ઝઘડાનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી. વીડિયોમાં એક યુવતી વચ્ચે પડીને શાંત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમાં સફળ થતી નથી કારણ કે ઝઘડો ઉગ્ર બન્યો હતો.
આ વીડિયો જોઈને કેટલાક લોકો મજાકિયા અંદાજમાં લોકો કમેન્ટ્સ કરી હતી, જેમ કે દિલ્હી મેટ્રોને WWEના રિંગમાં ફેરવી દેવી જોઈએ. અન્ય કેટલાક પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે મેટ્રોમાં મુસાફરોમાં ગુસ્સો યા આક્રમક બની રહ્યા છે.
એક કમેન્ટમાં લખ્યું હતું કે મેટ્રોમાં સીટના ઝઘડા સામાન્ય છે, તેથી દરેક કોચમાં સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય.
આ પણ વાંચો…દિલ્હી મેટ્રો ફરી બબાલઃ બે પ્રવાસી વચ્ચે જોરદાર મારામારી, વીડિયો વાઈરલ