Delhi metro: દિલ્હી મેટ્રો પ્રાઇવેટાઇઝેશનના માર્ગે…. હવે ખાનગી કંપનીઓ દોડાવશે ટ્રેન
નવી દિલ્હી: દિલ્હી મેટ્રો રેલવે મહામંડળ, ડીએમઆરસી નવા વર્ષ (2024)માં મેટ્રો ટ્રેનના સંચાલનની જવાબદારી ખાનગી કંપનીને સોંપવાનું કામ ઝડપી કરશે. આગામી અઢી ત્રણ મહિનામાં દિલ્હી મેટ્રોની બીજી લાઇન (કોરિડોર) પર મેટ્રો ચલાવવાની જવાબદારી ખાનગી કંપનીને સોંપવાની પ્રિક્રિયા હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ એક કોરીડોર પાછળ લગભગ ખાનગી કંપનીના કર્મચારીઓની તાલીમ, ટેક્નીકલ ચેન્જીસ વગેરે મળીને 96.29 કરોડ રુપિયાનો ખર્ચ થશે.
હાલમાં દિલ્હી મેટ્રોની યલો લાઇનના સંચાલનની જવાબદારી પાછલાં બે વર્ષથી અશંત: એક ખાનગી કંપનીને સોંપવામાં આવી છે. હવે વાયલેટ લાઇન (કાશ્મિરી ગેટથી રાજા નાહરસિંહ-બદરપૂર) ના સંચાલનની જવાબદારી પણ અન્ય એક ખાનગી કંપનીને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છ વર્ષ માટે આ કોરિડોર પરની મેટ્રો ટ્રેનની જવાબદારી ખાનગી કંપની પાસે રહેશે. ત્યાર બાદ ડીએમઆરસીએ વાયલેટ લાઇનની મેટ્રોના ખાનગીકરણ માટેની પ્રક્રિયા શરુ કરી છે.
ડીએમઆરસી છ વર્ષ માટે જવાબદારી સોંપશે. પસંદ થયેલ કંપની ડિસેમ્બર 2025થી યલો લાઇન પરના કામકાજની સંપૂર્ણ જવાબદારી સ્વીકારશે. જો બધુ બરાબર હશે તો તે પહેલાં સપ્ટેમ્બર 2024થી વાયલેટ મેટ્રો લાઇન પરનું થોડું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવશે.