Loksabha Election: દિલ્હી પોલીસે શહેરમાં 2,000 મતદાન મથકને ગણાવ્યા સંવેદનશીલ

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)માં મતદાનને પોલીસ દ્ધારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પોલીસે નવી દિલ્હીમાં 13,500 મતદાન મથકોમાંથી અત્યાર સુધીમાં ભૂતકાળના કેસ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લગભગ 2,000ને “સંવેદનશીલ” ગણાવ્યા હતા અને વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવશે, એવું અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.
દિલ્હી શહેરની સાત લોકસભા બેઠકો પર 25 મેના રોજ મતદાન યોજાશે. મતદાનમાં 1.47 કરોડ લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. દરેક ચૂંટણી પહેલા પોલીસ વિવિધ કારણો સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરે છે અને આ અંગે ચૂંટણી પંચ અંતિમ નિર્ણય કરે છે. શહેરમાં કુલ લગભગ 13,500 મતદાન મથક છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે દિલ્હીના વિવિધ જિલ્લાઓમાં સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરી છે. અમે કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો સામનો કરવા માટે પહેલેથી જ એક યોજના તૈયાર કરી લીધી છે. અનેક માપદંડોના આધારે મતદાન મથકની સંવેદનશીલના અંગે નિર્ણય લેવામાં આવે છે. અમે સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિકોણથી તેનું મૂલ્યાંકન કરીએ છીએ.
વિવિધ પોલીસ જિલ્લાઓના ડેટા અનુસાર, નવી દિલ્હી જિલ્લામાં સૌથી ઓછા પાંચ સંવેદનશીલ મતદાન મથકો છે. દક્ષિણ પૂર્વ જિલ્લા પોલીસે 53 જ્યારે ઉત્તરપૂર્વ જિલ્લાએ 55 સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરી છે. શાહદરા અને ઉત્તર પશ્ચિમ જિલ્લાઓએ 146 સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરી છે. અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દરેક મતદાન પરિસરમાં બે હેડ કોન્સ્ટેબલ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળો તૈનાત કરાશે.