નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Delhi Lok Sabha Update: દેશની રાજધાનીમાં ભગવો રહેરાશે, આપને ઝટકો
નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં આમ આદમી પક્ષ માટે ઝટકા સમાન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને જેલમાં પુરવા એ ભાજપના ભૂલ સાબિત થશે અને તેમને સહાનુભૂતિ મત મળશે તેવી ધારણા ખોટી પડી છે અને એકને બાદ કરતા તમામ છ બેઠક પર ભાજપ સારી સરસાઈથી આગળ ચાલી રહ્યું છે.
દિલ્હી 7 બેઠકોઃ
- ચાંદની ચોક પરથી કૉંગ્રેસના જયપ્રકાશ અગ્રવાલ 3400 મતથી આગળ છે, તેમની સામે ભાજપના પ્રવિણ ખંડેલવાલ છે.
- ઈસ્ટ દિલ્હીઃ ભાજપના હર્ષ મલ્હોત્રા 9400 મતે આગળ છે આપના કુલદીપ કુમાર પાછળ છે.
- નવી દિલ્હીઃ ભાજપના બાંસૂરી સ્વરાજ 13000 મતથી આગળ તેમની વિરુદ્ધ આપના સોમનાથ ભારતી પાછળ ચાલી રહ્યા છે.
- ઉત્તર પૂર્વ દિલ્હીઃ મનોજ તિવારી 31,000 મતથી આગળ તેમની સામે કૉંગ્રેસના યુવાનેતા કનૈયા કુમાર નથી આપી શક્યા ટક્કર.
- ઉત્તર પશ્ચિમ દિલ્હીઃ ભાજપના યોગેન્દર ચંડોલીયા 43000 મતથી આગળ છે તેમની સામે કૉંગ્રેસના ઉદીત રાજ પાછળ ચાલી રહ્યા છે.
- સાઉથ દિલ્હીઃ ભાજપના રામવીર સિંહ વિધુરી 13000 મતથી આગળ આપના સાહીરામ પાછળ છે.
- પશ્તિમ દિલ્હી: ભાજપના કમલજીત સહેરાવત 31000 મતથી આગળ છે તેમની સામે આપના મહાબલ મિશ્રા લડત આપી રહ્યા છે. આપ મહાબલ મિશ્રા
Taboola Feed