દિલ્લીમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં સમાધાન માટે દબાણ કરનારા જજ સસ્પેન્ડ

દિલ્લી : દિલ્લીમાં સેક્સ્યુઅસ હેરેસમેન્ટના કેસમાં સમાધાન માટે દબાણ કરનારા જજને હાઈકોર્ટે સસ્પેન્ડ કર્યા છે. જજ સંજીવ કુમાર હાલ કોમર્શિયલ કોર્ટના કેસોની સુનવણી કરી રહ્યા હતા. આ ચુકાદો 29 ઓગસ્ટના રોજ દિલ્લી હાઈકોર્ટની ફૂલ કોર્ટ મીટીંગ દરમિયાન લેવામાં આવ્યો હતો. હાઈકોર્ટના આદેશ અનુસાર જજ સંજીવ કુમાર મુખ્યાલયમાં રહેશે તેમજ અદાલતની કાર્યવાહીથી દુર રહેશે. સસ્પેન્ડ કરાયેલા સમયગાળા દરમિયાન માત્ર સબસ્ટન્સ એલાઉન્સ મળશે.
કોમર્શિયલ બાબતોની સુનવણી કરતા હતા
આ આદેશમાં રજીસ્ટ્રાર જનરલ અરુણ ભારદ્વાજે જણાવ્યું છે કે, મંજુરી વિના દિલ્લીની બહાર ન જ્વુ. સસ્પેન્સન પૂર્વે જજ સંજીવ કુમારસિંહ સાકેત કોર્ટમાં જીલ્લા પદ પર કાર્યરત હતા. તેમજ કોમર્શિયલ બાબતોની સુનવણી કરતા હતા. સાકેત કોર્ટમાં રેસીડેન્ટલ કોમ્પ્લેક્સ કમિટીના ચેરમેન હતા.
પીડિતા પર સમાધાન માટે દબાણ કરવાનો પણ આરોપ
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેમની પર ગેરવર્તુણકના આરોપમાં નાણાકીય લેવડ-દેવડમાં વકીલ પર દબાણ કરવાનો આરોપ હતો. આ ઉપરાંત તેમની પર સેક્સ્યુઅસ હેરેસમેન્ટના કેસમાં પીડિતા પર સમાધાન માટે દબાણ કરવાનો પણ આરોપ હતો. આ અંગે સમગ્ર તપાસ બાદ દિલ્હી હાઈકોર્ટની ફૂલ કોર્ટ મીટીંગમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
આપણ વાંચો: ITR રિફંડ આવવામાં કેમ થઈ રહ્યો છે વિલંબ? શું છે કારણો, સિમ્પલ સ્ટેપ્સથી કરો ચેક…