
નવી દિલ્હી : દિલ્હીના પંડિત જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમને તોડી પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ અંગે સ્પોર્ટ્સ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું છે કે આ સ્ટેડીયમને તોડીને તેના સ્થાને નવી સ્પોર્ટ્સ સીટીનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 102 એકર વિસ્તારમાં આકાર પામશે.
આધુનિક સ્પોર્ટ્સ મોડેલ્સનો અભ્યાસ
આ અંગે મળતી માહિતી નવા સ્પોર્ટ્સ સિટીના નિર્માણ માટે કતાર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઉપયોગમાં લેવાતા આધુનિક સ્પોર્ટ્સ મોડેલ્સનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે . નવું સ્પોર્ટ્સ સિટી 102 એકરમાં ફેલાયેલું હશે જે દેશની મુખ્ય સ્પોર્ટ્સ સુવિધાઓનું હબ બનશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય રમતગમત માટે સંકલિત અને આધુનિક કેન્દ્ર સ્થાપિત કરવાનો છે.
જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ વર્ષ 1982માં એશિયન ગેમ્સ માટે બનાવવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ વર્ષ 1982માં એશિયન ગેમ્સ માટે બનાવવામાં આવ્યું હતું. તેની બાદમાં વર્ષ 2010 કોમનવેલ્થ ગેમ્સ માટે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમની ક્ષમતા આશરે 60,000 લોકોની છે. આ સ્ટેડિયમમાં મુખ્ય એથ્લેટિક્સ ઇવેન્ટ્સ, ફૂટબોલ મેચો, મુખ્ય કોન્સર્ટ અને રાષ્ટ્રીય ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો સમાવેશ થાય છે. ઐતિહાસિક રીતે આ સ્ટેડિયમ રાષ્ટ્રીય એથ્લેટિક્સ ટીમનું હોમ વેન્યુ રહ્યું છે અને ચાર દાયકાથી વધુ સમયથી ભારતના રમતગમત ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
આપણ વાંચો: બેંગલુરુ જેલમાં કેદીઓને VVIP સગવડ! કેદીઓ દારૂ પીને ડાન્સ કરી રહ્યાનો વીડિયો વાયરલ



