યુવક ઉંઘમાં હતો ને પત્નિએ ઉકળતું તેલ શરીર પર નાંખી દીધું ને લાલ મરચું પણ ભભરાવ્યું...
નેશનલ

યુવક ઉંઘમાં હતો ને પત્નિએ ઉકળતું તેલ શરીર પર નાંખી દીધું ને લાલ મરચું પણ ભભરાવ્યું…

નવી દિલ્હી : દિલ્હીમાં પતિ પત્નીના વિવાદમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પત્નીએ ઉંઘી રહેલા પતિ પર ઉકળતું તેલ નાંખી તેની પર લાલ મરચું ભભરાવ્યું હતું. આ ઘટના દિલ્હીના સાઉથ ડીસ્ટ્રીકના આંબેડકર નગર વિસ્તારની છે. જોકે, તેની બાદ પતિ દિનેશને મદન મોહન માલવીય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

તેમજ હાલત વધુ લથડતા તેને સફદરગંજ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો છે. તે હાલ આઈસીયુમાં ભરતી છે તેની હાલત ગંભીર છે. પોલીસે આ અંગે ત્રણ ઓક્ટોબરના રોજ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

પત્નીએ પતિ પર ઉકળતું ​​તેલ રેડ્યું

આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, દિનેશ કુમાર તેના પરિવાર સાથે મદનગીરમાં ભાડાના મકાનમાં રહે છે. તેના પરિવારમાં તેની પત્ની અને એક નાની પુત્રી છે. દિનેશ એક દવા કંપનીમાં કામ કરે છે. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 2 ઓક્ટોબરના રોજ તે નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ ભોજન કરીને સૂઈ ગયો હતો.

તેની પત્ની અને પુત્રી પણ નજીકમાં સૂઈ રહ્યા હતા. સવારે લગભગ 3:15 વાગ્યે તેને તેના શરીર પર બળતરાનો અનુભવ થયો અને તે જાગી ગયો. તેણે જોયું કે તેની પત્નીએ તેના પર ઉકળતું ગરમ ​​તેલ રેડ્યું હતું. આ પછી તેની પત્નીએ ગરમ તેલથી થયેલા ઘા પર લાલ મરચું ભભરાવ્યું હતું

દિનેશની ચીસો સાંભળીને મકાન માલિક ઉપર આવ્યા હતા

જોકે, દિનેશની ચીસો સાંભળીને મકાન માલિક ઉપર આવ્યા હતા. તેમજ આ ઘટના જોઈને તેણે તરત જ દિનેશના સાળા રામસાગરને જાણ કરી હતી. જે બાજુમાં રહેતા હતા. રામસાગરે તાત્કાલિક ઘાયલ દિનેશને હોસ્પિટલમાં દાખલ કર્યો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button