ગેરકાયદે બોરવેલમાંથી પાણી ખેંચવું એ પાપથી ઓછું નથી; દિલ્હી હાઈ કોર્ટ આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: દેશના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બોરવેલમાંથી અપ્રમાણસર પાણી કાઢવાને કારણે ગ્રાઉન્ડ વોટરનું સ્તર (Illegal bore well) નીચે જઈ રહ્યું છે. ગેરકાયદે બોરવેલ અંગેના એક એક કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) મહત્વનું અવલોકન કર્યું હતું. કોર્ટે કહ્યું કે ગેરકાયદે બોરવેલમાંથી પાણી કાઢવું એ કોઈ પાપથી કરવાથી ઓછું નથી. કોર્ટે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
સુનાવણી દમિયાન દિલ્હી હાઈ કોર્ટે દુઃખ વ્યક્ત કર્યું છે કે જો આવા ગેરકાયદેસર બોરવેલ બંધ નહીં થાય, તો દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ જેવી પરિસ્થિતિ ઉભી થશે, થોડા વર્ષો પહેલા જોહાનિસબર્ગમાં પાણી ખૂટી પડ્યું હતું.
દિલ્હીમાં જોહાનિસબર્ગ જેવી સ્થિતિ?
હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે કહ્યું, “ગેરકાયદે બોરવેલ પર પ્રતિબંધ લાદવાની જરૂર છે. ગેરકાયદે બોરવેલમાંથી રીતે પાણી કાઢવામાં આવી રહ્યું છે, તે પાપથી ઓછું નથી. શું તમે જાણો છો કે જોહાનિસબર્ગમાં શું થયું? થોડા વર્ષો પહેલા શહેરમાં ઘણા મહિનાઓ સુધી પાણી ન હતું. શહેરમાં પાણીની કટોકટી ઉભી થઇ હતી. શું તમે ઇચ્છો છો કે દિલ્હીમાં પણ આવી જ પરિસ્થિતિ આવે?”
આ પણ વાંચો: આતંકવાદના કેસમાં કાશ્મીરના સાંસદે દિલ્હી હાઈ કોર્ટમાં માંગ્યા જામીન
કોર્ટે વહીવટીતંત્રને પ્રશ્ન કર્યો કે તેઓ બાંધકામ માટે બોરવેલને કેવી રીતે મંજૂરી આપી શકે છે?
વકીલની અરજીમાં દાવો:
કોર્ટ વકીલ સુનિલ કુમાર શર્માની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રોશનનારા વિસ્તારમાં ગોએન્કા રોડ પર એક કન્સ્ટ્રકશન સાઈટ પર ઘણા બોરવેલ ગેરકાયદે રીતે બનાવવામાં આવ્યા છે, જેમાં સબમર્સિબલ પંપ લાગવવામાં આવ્યા છે. અરજીમાં આવા બોરવેલ બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી.
અરજદારે અરજીમાં દાવો કર્યો હતો કે પ્લોટ પર લગભગ 100 ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે અને બોરવેલ વિસ્તારના રહેવાસીઓને નોંધપાત્ર નુકસાન પહોંચાડી રહ્યા છે અને તેનાથી પર્યાવરણને પણ નુકસાન થઈ શકે છે. અરજદારે દાવો કર્યો હતો કે તેમણે અધિકારીઓને રજૂઆતો કરી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
અરજદારે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ એક RTI અરજીમાં જવાબ આપ્યો છે કે કન્સ્ટ્રકશન સાઈટ પર છ બોરવેલ બનાવવામાં આવ્યા હતા. કોર્ટે MCDના ના ઉચ્ચ અધિકારીઓ અને વિસ્તારના SHO દ્વારા કન્સ્ટ્રકશન સાઈટનો સંયુક્ત સર્વે કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: સરપંચ પતિની જેમ મુખ્ય પ્રધાન પતિ? આતિશીએ દિલ્હીનાં મુખ્ય પ્રધાન પર કર્યા આક્ષેપો
કોર્ટે અધિકારીઓને નિર્દેશો આપ્યા:
કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે જો સ્થળ પર કોઈ ગેરકાયદે બોરવેલ કાર્યરત જોવા મળે તો યોગ્ય કાર્યવાહી કરવામાં અધિકારીઓને આદેશ આપ્યો છે. કોર્ટે વધુમાં નિર્દેશ આપ્યો કે જો સર્વે ટીમને બંધ થઇ ગયેલા ગેરકાયદે બોરવેલ મળી આવે, તો તે ક્યારથી કાર્યરત હતા તે અંગે અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવે.