અફઝલ ગુરુ અને મકબૂલ ભટ્ટની કબરો હટાવવાની અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી | મુંબઈ સમાચાર
નેશનલ

અફઝલ ગુરુ અને મકબૂલ ભટ્ટની કબરો હટાવવાની અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટે સંસદ હુમલાના દોષિત મોહમ્મદ અફઝલ ગુરુ અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના સ્થાપક મોહમ્મદ મકબૂલ ભટ્ટની કબરો તિહાર જેલ પરિસરમાંથી હટાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.
કોર્ટે કહ્યું હતું કે આ ખૂબ સંવેદનશીલ કેસ છે અને તેના પર નિર્ણય સરકારે ફાંસીના સમયે ખૂબ વિચારીને લીધો હતો. આ પ્રકારના કેસમાં એક દાયકાથી વધુ સમય પસાર થયા પછી ફરીથી સુનાવણી કરી શકાય નહીં.

કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારનો નિર્ણય ફક્ત સક્ષમ અધિકારી જ લઈ શકે છે અને જ્યાં સુધી કોઈ કાયદો જેલ પરિસરમાં દફન અથવા અંતિમસંસ્કારને રોકતો નથી ત્યાં સુધી કોર્ટનો હસ્તક્ષેપ યોગ્ય નથી.
કોર્ટે કહ્યું હતું કે ત્યાં 12 વર્ષોથી કબર છે. આ સરકારનો નિર્ણય હતો. આ નિર્ણય તે સમયે સંભવિત પરિણામોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. હવે તને બદલવાનો સવાલ ઊભો થતો નથી.

આ પણ વાંચો : ‘તમારું કામ સરકારી વિભાગ કરતા પણ ખરાબ છે’ દિલ્હી હાઈ કોર્ટે Metaને આવું કેમ કહ્યું? જાણો

કોર્ટે કહ્યું હતું કે “પરંતુ છેલ્લા 12 વર્ષથી અસ્તિત્વમાં રહેલી કબરને દૂર કરવી. સરકારે ફાંસી આપતી વખતે આ નિર્ણય લીધો હતો, મૃતદેહ પરિવારને સોંપવા અથવા જેલની બહાર દફનાવવાના પરિણામોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હતો. આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દાઓ છે, જેમાં ઘણા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. શું આપણે હવે 12 વર્ષ પછી તે નિર્ણયને પડકારી શકીએ છીએ?”

અફઝલ ગુરુ અને મકબુલ ભટની કબરો તિહાર જેલમાં રહે છે, જ્યાં તેમને ક્રમશઃ 2013 અને 1984માં ફાંસી આપવામાં આવ્યા બાદ દફનાવવામાં આવ્યા હતા. પીઆઈએલમાં માંગ કરવામાં આવી હતી કે જો જરૂરી હોય તો અફઝલ ગુરુ અને મકબુલ ભટના નશ્વર અવશેષોને ગુપ્ત સ્થળે ખસેડવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવે જેથી “આતંકવાદનો મહિમા” અને તિહાર જેલ પરિસરનો દુરુપયોગ અટકાવી શકાય.

આ પણ વાંચો : પીએમ મોદીની ડિગ્રી ‘સાર્વજનિક’ નહીં થાય! સીઆઈસીના આદેશને દિલ્હી હાઈ કોર્ટે ફગાવ્યો

વિશ્વ વૈદિક સનાતન સંઘ અને જીતેન્દ્ર સિંહ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે રાજ્ય સંચાલિત જેલની અંદર કબરોનું નિર્માણ અને સતત ઉપસ્થિતિ “ગેરકાયદે, ગેરબંધારણીય અને જાહેર હિતની વિરુદ્ધ” છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કબરોએ તિહારને “કટ્ટરપંથી તીર્થસ્થળ”માં ફેરવી દીધું છે. આ માત્ર રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને નબળી પાડે છે, પરંતુ ભારતના બંધારણ હેઠળ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો અને કાયદાના શાસનનું ઉલ્લંઘન કરીને આતંકવાદને પવિત્ર પણ બનાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button