
નવી દિલ્હી: દિલ્હી દારૂનીતિ કૌભાંડ મની લોન્ડરીં સંબંધિત CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણીનો પ્રારંભ તહી ચૂક્યો છે. અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલમાં કહ્યું કે આ એવો કોઈ કેસ નથી કે જેમાં ટ્રિપલ ટેસ્ટનો દૂર દૂર સુધી પણ કોઈ આરોપ હોય. આ કેસમાં ચાર લોકોને જામીન પણ મળી ચૂક્યા છે. સામાન્ય જામીનના કેસમાં તેઓને કયા આધારે જેલમાં રાખવામાં આવે છે? આ કેસમાં કેજરીવાલની 2 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે વર્ષ 2023માં અરવિંદ કેજરીવાલની 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
કોર્ટમાં કેજરીવાલના વકીલે કહ્યું હતું કે કેજરીવાલને આ કેસમાં જામીન મળી જાય છે પછી CBI તેમની ધરપકડ કરે છે. તે કોઈ દોષિત, અપરાધી કે આતંકવાદી નથી. CBI દ્વારા અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો. સીબીઆઇએ કહ્યું કે જામાઇન માટે પહેલી અદાલત જ ટ્રાયલ કોર્ટ જ હોવી જોઈએ. તેમના દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. હાઇકોર્ટે કહ્યું હતું કે તમને પહેલા સેસન જજની સુનાવણીનો લાભ મળશે.
આ દરમિયાન કોર્ટે અભિષેક માંનું સિંઘવીને પૂછ્યું હતું કે તમે જામીન અરજી માટે સીધા જ હાઇકોર્ટ શા માટે આવ્યા છો. તમે ટ્રાયલ કોર્ટમાં કેમ ન ગયા ? જેના જવાબમાં સિંઘવીએ કોર્ટને જણાવ્યું હતું કે આ શક્ય જ છે અને સુપ્રીમ કોર્ટે તેના અગાઉના ચુકાદાઓમાં આ વાત કહી છે અને આવા અનેક મામલાઓ છે. જો કે આ કેસને લઈને જામીન અરજીને લઈને કરવામાં આવેલી અરજી પેન્ડિંગ છે. આ કેસને લઈને વધુ સુનાવણી આવતીકાલે અથવા પરમ દિવસે થઈ શકે છે. આ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે CBIને નોટિસ પાઠવી છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 17 જુલાઈએ થશે.