હાઈકોર્ટનો મોટો ચુકાદો, મૃત પુત્રના સ્પર્મનો ઉપયોગ કરવાની આપી મંજૂરી, જાણો વિગત…
High Court News: દિલ્હી હાઇકોર્ટે એક વૃદ્ધ દંપત્તિના પક્ષમાં મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે તેમને તેમના મૃત પુત્રના સ્પર્મને એક્સેસ કરવાનો અને તેના ઉપયોગ પ્રજનના માટે કરવા મંજૂરી આપી છે. જાણો શું છે મામલો
આ પણ વાંચો : Delhi Highcourtએ ત્રીજા સંતાન માટે માતાને મેટરનીટી લિવ આપવા મામલે કહ્યું કે…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દિલ્હી હાઇકોર્ટ આ મામલે અભૂતપૂર્વ ફેંસલો સંભળાવ્યો છે. દંપત્તિના પુત્રનું 2020માં કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. પરંતુ તેના સ્પર્મને સારવાર દરમિયાન સ્ટોર કરીને રાખવામાં આવ્યું હતું. હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી પ્રૌઢ દંપત્તિને તેમના પુત્રનું સ્પર્મ એક્સેસ કરવાની કોઈ મંજૂરી મળતી નહોતી. હોસ્પિટલનું કહેવું હતું કે તેમના પુત્રનો કોઈ પાર્ટનર નથી, જેથી તેઓ તેનું સ્પર્મ તેના માતા-પિતાને આપી શકે નહીં. ઘણી આજીજી કરવા છતાં હોસ્પિટલ મેનેજમેન્ટ ન માનતાં દંપત્તિ કોર્ટ પહોંચ્યું હતું.
કેન્સરની સારવાર દરમિયાન કીમોથેરાપી અને તેના રેડિએશનના કારણે સ્પર્મની ક્વોલિટી ઘટી જાય છે. આ સ્થિતિમાં દર્દીનું સ્પર્મ પ્રિઝર્વ કરીને રાખવામાં આવી શકે છે. પરંતુ હોસ્પિટલે દંપત્તિને સ્પર્મ આપવાની ના પાડી હતી. કોર્ટેમાં પ્રૌઢ દંપત્તિએ કહ્યું કે, તેઓ તેમના પુત્રના વારસાને આગળ વધારવા અને પૌત્ર-પૌત્રીઓની પરવરિશ કરવાની ઈચ્છા ધરાવે છે. આ માટે સ્પર્મ એક્સેસ ઈચ્છીએ છીએ. કોર્ટે કહ્યું કે, તેઓ તેમની પુત્રીઓ સાથે ફ્રોઝન સીમેન સેમ્પલનો ઉપયોગ કરશે અને સરોગેસીથી જે બાળક પેદા થશે તેની સંપૂર્ણ જવાબદારી લેવા પણ તૈયાર છે.
દિલ્હી હાઇકોર્ટે પ્રૌઢ દંપત્તિની અરજી પર સહમતિ વ્યક્ત કરી
દિલ્હી હાઇકોર્ટે પણ દંપત્તિની અરજી પર સહમતિ વ્યક્ત કરી. કારણકે જે સમેય તેમના પુત્રનું મૃત્યુ થયું ત્યારે દેશમાં આવો કોઈ કાયદો બન્યો હતો. તેનો મતલબ છે કે પત્ની કે લાઇફ પાર્ટનર ઉપરાંત પણ કોઈ સભ્ય મૃતકના સ્પર્મનું એક્સેસ લઈ શકતા હતા. કોર્ટે એમ પણ સ્વીકાર્યું કે, સ્પર્મને એક પ્રોપર્ટી માની શકાય છે. જે વ્યક્તિની જૈવિક સામગ્રીનો જ હિસ્સો છે.
કોણ કોણ કરાવી શકે છે સ્પર્મ ફ્રીઝિંગ
ડૉક્ટર્સના કહેવા પ્રમાણે, આજના જમાનામાં સ્પર્મ ફ્રોઝિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કરિયરની દોડધામમાં શાંતિથી સંતાન સુખનો લ્હાવો લઈ શકાય તે માટે લોકો સ્પર્મ ફ્રીઝિંગનો વિકલ્પ પસંદ કરે છે. જો કોઈ પુરુષને બીમારી હોય તો તેઓ આવું કરે છે. એક્સપર્ટના કહેવા મુજબ પુરુષ કેન્સરની ટ્રીટમેન્ટ માટે કીમોથેરાપી કરાવતાં પહેલા સ્પર્મ ફ્રીઝ કરાવે છે. માત્ર તંદુરસ્ત વ્યક્તિ જ સ્પર્મ ડોનેટ કરી શકે છે, તમામ પ્રકારની પરીક્ષણ બાદ જ લોકો સ્પર્મ ડોનેટ કરી શકે છે. સ્પર્મ ફ્રીઝ કરતાં પહેલા તેની તપાસ કરવામાં આવે છે. જેમાં સ્પર્મ ડોનરની મેડિકલ, વારસાગત, સંક્રામક અને મનોવૈજ્ઞાનિક બીમારીની તપાસ પણ કરવામાં આવે છે.