દિલ્હી હાઇકોર્ટે ભરણપોષણના કેસમાં આપ્યો મોટો ચુકાદો, મહિલાઓને કહ્યું કે…

નવી દિલ્હીઃ કોર્ટમાં ભરણપોષણના અનેક કેસો આવતા હોય છે. મોટા ભાગના કેસોમાં કોર્ટ ભરણપોષણ મંજૂર કરી દે છે. પરંતુ દિલ્હી હાઇકોર્ટે એક મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, ભરણપોષણના કેસમાં મહિલા જો શિક્ષિત હોય તો તેને માત્ર ભરણપોષણ મેળવવા માટે ઘરે ના બેસવું જોઈએ. એક મહિલાએ કોર્ટમાં ભરણપોષણની અરજી કરી હતી, આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે મહત્વનું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: મણિપુરમાં ત્રણ આતંકીની ધરપકડ, હથિયારો જપ્ત
ફેમિલી કોર્ટે આ ભરણપોષણની અરજીને ફગાવી દીધી
કેસની વાત કરવામાં આવે તો, 2022માં મહિલાએ ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો અને હાઇકોર્ટમાં અરજી કરી હતી. ફેમિલી કોર્ટે ભરણપોષણની અરજીને ફગાવી દીધી હતી. આ કેસમાં 19 માર્ચે દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ ચંદ્ર ધારી સિંહે જણાવ્યું હતું કે, કોર્ટનું માનવું છે કે લાયક પત્નીઓ અથવા મહિલાઓ, જેમની પાસે કમાવવાની ક્ષમતા છે પરંતુ તેઓ બેરોજગાર રહેવા માંગે છે, તેમણે વચગાળાના ભરણપોષણનો દાવો ન કરવો જોઈએ.
હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો
જે પણ મહિલાએ શિક્ષિત છે અને કમાણી કરી શકે છે તેમણે ભરણપોષણની અરજી કર્યા સિવાય કામ કરવું જોઈએ. માત્ર ભરણપોષણ પર આધાર ના રાખવો જોઈએ. દિલ્હી હાઇ કોર્ટે ફેમિલી કોર્ટના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, કોર્ટ અરજદાર મહિલા આત્મનિર્ભર બનવા માટે સક્રિયપણે નોકરી મેળવવા માટે સક્ષમ છે કારણ કે તેણી પાસે પહેલેથી જ વ્યાપક અનુભવ છે.
રોજગાર મેળવતી મહિલાના ભરણપોષણને કોર્ટ મંજૂર નહીં કરેઃ WhatsApp Chat
આ કેસમાં કોર્ટે WhatsApp Chatનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, અરજદાર પાસે ઓસ્ટ્રેલિયાની વોલોંગોંગ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં માસ્ટર્સ ડિગ્રી છે, જેણે મહિલાએ નીચલી કોર્ટમાં અને અહીંની કોર્ટમાં અસ્વીકાર કર્યો છે. આ કેસમાં મહિલા પાસે કમાણી કરવાની ક્ષમતા છે અને પોતાનું ભરણપોષણ જાતે જ કરી શકે છે. વોટ્સએપ ચેટમાં, મહિલાની માતાએ સલાહ આપી હતી કે રોજગાર મેળવતી મહિલાના ભરણપોષણના દાવાને કોર્ટ મંજૂર નહીં કરે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આવી કાર્યવાહી ભરણપોષણના દાવા મેળવવા માટે બેરોજગાર રહેવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ સૂચવે છે.
આ પણ વાંચો: વિવાદાસ્પદ નેતાઓથી કોંગ્રેસ ક્યાં સુધી રાખશે અંતર, બેવડા વલણને લઈ નેતાઓ અસમંજસમાં?
ભરણપોષણ માટે ઇરાદાપૂર્વેક બેરોજગાર ના બેસી રહેવું જોઈએ
નોંધનીય છે કે, દિલ્હી હાઇકોર્ટે મહત્વનું નિવેદન આપ્યું છે, મહિલાઓ પાસે જો કમાણી કરવાની કે નોકરી કરવાની યોગ્ય લાયકાત હોય તે કામ કરવું જોઈએ. માત્ર ભરણપોષણ માટે ઇરાદાપૂર્વેક બેરોજગાર ના બેસી રહેવું જોઈએ. આ કેસને લઈને અત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ પણ થઈ રહી છે. કારણ કે, દિલ્હી હાઇકોર્ટે નીચલી અદાલતના ચુકાદામાં દખલ કરવાની ના પાડી દીધી છે.