દિલ્હીમાં ભારે વરસાદ, એરલાઈન કંપનીઓએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી...

દિલ્હીમાં ભારે વરસાદ, એરલાઈન કંપનીઓએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી…

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે દિલ્હીમાં પણ વરસાદ શરુ થયો છે. તેમજ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ભારે પવન ફૂંકાતા હવાઈ સેવા પર અસર જોવા મળી રહી છે. જેના પગલે એરલાઈન કંપનીઓએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

એર ઇન્ડિયાએ એડવાઈઝરી જાહેર કરી
આ અંગે એર ઇન્ડિયાએ એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, ભારે વરસાદ અને પવનના લીધે એરસેવાને અસર થઈ શકે છે. તેથી એરપોર્ટ પહોંચતા પૂર્વે ફ્લાઈટ સમયના અપડેટને વેબસાઈટ પર ચકાસે અને મુસાફરી માટે વધુ સમયનું આયોજન કરે. તેમજ એરપોર્ટ પહોંચવા માટે પણ સમયનું ધ્યાન રાખે.

ટ્રાફિકના લીધે એરપોર્ટ પર પહોંચવામાં વધુ સમય
ઈન્ડિગોએ પોતાના મુસાફરોને ખરાબ હવામાનને કારણે સંભવિત વિલંબ અંગે માહિતગાર કર્યા છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં ભારે વરસાદ અને ટ્રાફિકના લીધે એરપોર્ટ પર પહોંચવામાં વધુ સમય લાગી શકે છે. મહેરબાની કરીને એરપોર્ટ આવતા પૂર્વે ફ્લાઈટ સ્ટેટ્સ ચેક કરીને નીકળો.

https://twitter.com/IndiGo6E/status/1950039116407513271

દિલ્હી અને ધર્મશાળામાં હવામાન ખરાબ
જયારે સ્પાઈસજેટે પણ તેના નિવેદનમાં જણાવ્યું છે કે દિલ્હી અને ધર્મશાળામાં હવામાન ખરાબ છે. જેના લીધે હવાઈ સેવાના સંચાલનમાં મુશ્કેલી આવી શકે છે. એરલાઇનના મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, ફ્લાઈટની સ્થિતિ અંગે એરલાઈનની વેબસાઈટ પર અપડેટ પર ધ્યાન રાખે. તેમજ કોઈપણ બદલાવ અંગે એલર્ટ રહે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button