“ખોટી ઓળખાણ આપીને 50 લગ્નો કર્યા પણ હતો ત્રણ દીકરાનો બાપ” દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો રીઢો ગુનેગાર…

દિલ્હી: દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે દેશના અલગ અલગ રાજ્યોમાં ફરતા રીઢા ગુનેગાર મુકીમ અયુબ ખાનની ધરપકડ કરી છે. આરોપી અય્યુબ ગુજરાતના વડોદરાનો રહેવાસી છે. 38 વર્ષના અય્યુબ પર લગ્ન કરાવવાના બહાને મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ દ્વારા 50થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. તે પોતે એક સિનિયર સરકારી અધિકારી હોવાનું નાટક કરીને છોકરીઓને લલચાવતો હતો. તે ઘણા રાજ્યોમાં આવી ઘટનાઓમાં સંડોવાયેલો છે અને વિવિધ રાજ્યોની પોલીસ તેને શોધી રહી હતી.
આ પણ વાંચો : Breaking News : સુપ્રીમ કોર્ટેનો મોટો ચુકાદો, Child Pornography જોવી અને રાખવી એ ગુનો
અય્યુબના લગ્ન 2014માં લગ્ન થયા હતા અને તેને ત્રણ બાળકો પણ છે. તેમ છતાં પણ છેલ્લા ચાર વર્ષથી રખડીને જુદા જુદા રાજ્યોમાં મેટ્રિમોનિયલ સાઈટમાં ફેક પ્રોફાઈલ બનાવીને અને લગ્નના નામે અલગ અલગ છોકરીઓને ફસાવી હતી. અય્યુબે સૌથી પહેલા વડોદરાની એક છૂટાછેડા લીધેલી મહિલાને પોતાનો શિકાર બનાવી હતી. તેણે શાદી ડોટ કોમ પર પ્રોફાઇલ બનાવીને મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી.
જો કે ત્યાર પછી, વર્ષ 2020થી, અય્યુબે વધુ એક ફેક એકાઉન્ટ બનાવીને આખા દેશમાંથી છોકરીઓ અને મહિલાઓને ફસાવવાનું શરૂ કર્યું. પહેલા તે મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા છોકરીઓને લલચાવીને મોટી મોટી વાતો કરતો હતો, પછી મહિલાઓ અને છોકરીઓને ઈમોશનલી બ્લેકમેલ કરીને તેની પત્ની અને મૃત દીકરીના ફોટા બતાવતો હતો. જેના કારણે યુવતીઓ અને યુવતીઓ તેના પર ભરોસો કરતા અને તે તેમની સાથે લગ્ન કરીને પૈસા પડાવી લેતો અને પછી ફરાર થઈ જતો. અય્યુબ હાઈપ્રોફાઈલ છોકરીઓ અને છૂટાછેડા લીધેલી મહિલાઓને જ ટાર્ગેટ કરતો હતો.
કેવી રીતે થઈ ધરપકડ:
જો કે તેની ફરિયાદો દિલ્હી પોલીસ સુધી પહોંચી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી એક્સટોર્શન એન્ડ કિડનેપિંગ સેલને તેને પકડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પણ અય્યુબ સુધી પહોંચવું સહેલું ન હતું. કારણ કે તે સતત પોતાનો મોબાઈલ નંબર અને લોકેશન બદલતો રહેતો હતો. પોલીસ તેને ટ્રેસ કરીને એક જગ્યાએ પહોંચે ત્યાં સુધીમાં તે બીજી જગ્યાએ પહોંચી ગયો હોય. જોકે પોલીસને મળેલી પાક્કી બાતમી પરથી વડોદરાથી દિલ્હી નિઝામુદ્દીન પહોંચેલી ટ્રેનમાંથી તેની ધરપકડ કરી હતી.