નોએડામાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ભર્યું અંતિમ પગલું: સ્યુસાઈડ નોટમાં લખ્યું, મમ્મી-પપ્પા, હું તમારા રૂપિયા….

નવી દિલ્હીઃ શિક્ષણ ભાર વગરનું હોવું જોઈએ પરંતુ અત્યારનું શિક્ષણ વિદ્યાર્થીઓને માનસિક રીતે પરેશાન કરતું હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. નોએડામાં એક વિદ્યાર્થીએ શિક્ષણના કારણે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા તેણે કહ્યું હતું કે તે પોતાના માતા-પિતાના રૂપિયાને બરબાદ નથી કરવા માંગતો. ગત મંગળવારે રાત્રે હોસ્ટેલના રૂમમાંથી તેની લાશ મળી આવી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો…
વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી
બિહારના આકાશદીપ નોએડામાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો. કમ્પ્યુટર સાયન્સમાં તે હજી પહેલા વર્ષમાં જ હતો. નોએડામાં આવેલા નોલેજ પાર્ક વિસ્તારમાં એક ખાનગી હોસ્ટેલમાં રહેતો હતો. આ દરમિયાન તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન તેના રૂમમાં રહેતો બીજો વિદ્યાર્થી બહાર ગયેલો હતો, જ્યારે તે પાછો આવ્યો ત્યારે આકાશદીપે ગાળા ફાંસો ખાઈ લીધો હતો. તેની લટકતા લાશ જોઈને તે ગભરાઈ ગયો હતો. આકાશદીપને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે જ્યારે રૂમની તપાસ કરી ત્યારે એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
મારા આ મોત માટે માત્ર હું જ જવાબદાર છું
આ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું. કે, સોરી… મમ્મી-પાપા, તમારો દીકરો નબળો નીકળ્યો. તેમ એવું ના વિચારતા કે હું કોઈ બીજાના કારણે આવું કરી રહ્યો છું. મારા આ મોત માટે માત્ર હું જ જવાબદાર છું. મારા આ મોત માટે કોઈને પણ પરેશાન ના કરતા. મમ્મી, હું વધારે રૂપિયા બરબાદ કરવા નહોતો માંગતો. મેં 11મા અને 12મા ધોરણ જે એક વર્ષ ડ્રોપ કર્યું, તેવું અહીં પણ કરવા નહોતો માંગતો. મેં હારનો સ્વીકાર કરી લીધો છે.
આ હવે મારા નિયંત્રણ બહારની વાત છે. હું આને ચાર વર્ષ સુધી લંબાવીને તમારા રૂપિયા બરબાદ કરવા નથી માંગતો અને કોઈ ખોટો વિશ્વાસ પણ આપવા નહોતો માંગતો. એટલા માટે હું આવું કરી રહ્યો છું. 11 અને 12મા માં મારુ પરિણામ ખરાબ હતું. હું આવું ફરી નહીં થવા દઉં. સોરી’.
શિક્ષણના દબાણના કારણે આત્મહત્યા કરી
આ કેસમાં પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, જ્યારે ઘટનાની જાણ થઈને પોલીસ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. આકાશદીપ ડીટીસી કોલેડમાં બીટેકના પહેલા વર્ષમાં અત્યાસ કરી રહ્યો હતો. મૃતક વિદ્યાર્થી મૂળ બિહારનો વતની છે. તેની સ્યુસાઈટ નોટ પ્રમાણે એવો અંદાજ લગાવી શકાય તે કે તેના પર શિક્ષણનો દબાવ રહ્યો હશે, અને આ દબાવના કારણે તેને આત્મહત્યા કરી હોઈ શકે છે. આ સાથે પોલીસ દ્વારા અન્ય દિશામાં પણ તપાસ કરીને હકીકત જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે.
આપણ વાંચો: 23,000 ફૂટની ઊંચાઈએ નર્સ બન્યો દેવદૂત: વિમાનમાં પ્રવાસીનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ



