દિલ્હી સરકારનો અનોખો પ્રસ્તાવ: હવે વિદ્યાર્થીઓ શીખશે અન્ય રાજ્યોની ભાષાઓ, 'વિવિધતામાં એકતા'નું નવું પગલું | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હી સરકારનો અનોખો પ્રસ્તાવ: હવે વિદ્યાર્થીઓ શીખશે અન્ય રાજ્યોની ભાષાઓ, ‘વિવિધતામાં એકતા’નું નવું પગલું

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં અત્યારે મરાઠી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં રહેતા જે લોકોને મરાઠી આવડતી નથી તેમને હેરાન પરેશાન પણ કરવામાં આવી રહ્યાં હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે ત્યારે હવે દિલ્હી સરકારે ભાષા મામલે એક મહત્વનો પ્રસ્તાવ લાવ્યો છે. હિન્દી ભાષાને મહારાષ્ટ્રની શિક્ષણ વ્યવસ્થામાં ત્રીજી અનિવાર્ય ભાષા જાહેર કરવાનો આદેશ કરવામાં આવ્યો તે બાદ વિવાદ શરૂ થયો હતો અને સરકારે તે આદેશ પાછો પણ લઈ લીધો તેમ છતાં વિવાદ થંભ્યો નથી. જોકે, દિલ્હી સરકારે ભાષા મુદ્દે એક નવો જ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં અન્ય રાજ્યોની પણ ભાષા શીખવવાની જાહેરાત કરી છે.

અન્ય રાજ્યોની ભાષા શીખવા પર ભાર મૂક્યો

દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ઈચ્છે છે કે, વિદ્યાર્થીઓને અન્ય રાજ્યોની ભાષા પણ શીખે! વિદ્યાર્થીઓમાં પરસ્પર સમજણ અને સંવાદિતાને પ્રોત્સાહન મળે તે માટે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે એક કાર્યક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. રાજ્યનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે કલા, સંસ્કૃતિ અને ભાષા વિભાગ સાથે તાજેતરમાં થયેલી બેઠકમાં આ પહેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને એક કરતા વધારે ભાષા આવડતી હોય તે અન્ય રાજ્યોની વિદ્યાર્થીઓ સાથે સરળતાથી સંવાદ કરી શકશે! જેથી આ વિચાર ખૂબ જ સારો છે.

આ પણ વાંચો: દિલ્હી સરકારનો મોટો નિર્ણયઃ ધારાસભ્ય ભંડોળ 15 કરોડથી ઘટાડી 5 કરોડ રૂપિયા કર્યું

બંધારણ પ્રમાણે હિન્દી ભારતીય સંઘની રાજભાષા

મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આવી પહેલ દેશની વિવિધતામાં એકતાને ખૂબ જ મજબૂત બનાવશે. અધિકારીઓને રાજધાનીમાં ભારતીય ભાષાઓના પ્રચાર માટે એક વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. ભારતીય બંધારણના અનુચ્છેદ 343 પ્રમાણે દેવનાગરી લિપિમાં હિન્દી ભારતીય સંઘની સત્તાવાર રાજભાષા છે. હિન્દી સાથે સાથે ભારતમાં 22 અન્ય ભાષાને પણ માન્યતા આપી છે. આ ભાષાઓને બંધારણની આઠમી અનુસૂચિમાં માન્યતા આપી છે અને તેમને સત્તાવાર ભાષાઓનો દરજ્જો પણ છે. ભાષા માટે કોઈ પણ વ્યક્તિ પર દબાણ કરી શકાય નહી!

હિન્દી સિવાયની ભાષાઓ શીખવવામાં આવશે

દિલ્હીમાં વિદ્યાર્થીઓને અન્ય ભાષા કેવી રીતે શીખવી શકાય? તે મામલે કેવું કામ કરવું અનિવાર્ય છે તે મામલે વિચાર કરવા માટે મુખ્ય પ્રધાને અધિકારીઓને આદેશ આપ્યો છે. સ્વાભાવિક છે કે, ભાષાના કારણે સામેના વ્યક્તિ સાથે સરળતાથી સંવાદ કરી શકાય છે. જેથી કોઈ વ્યક્તિને એક કરતા વધારે ભાષા આવડે તે વધુ સારૂ સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે આગળ કેવી કામગીરી કરવામાં આવે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button