દિલ્લીમાં ધારાસભ્યોને iPhone 16 Proની ભેટ! સોશિયલ મીડિયામાં શરૂ થઈ ટીકાટિપ્પણીઓ

દિલ્લીઃ દિલ્લીમાં વિપક્ષ સહિત તમામ 70 ધારાસભ્યોને મફતમાં iPhone 16 Pro આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ અને વિરોધ શરૂ થયો છે. મહત્વની વાત એ પણ છે કે, આ ધારાસભ્યોને iPhone 16 Pro સાથે સાથે ipad અને ટેબલેટ પણ આપવામાં આવશે.
લોકો સવાલ કરી રહ્યાં છે કે, અમારા ટેક્સના રૂપિયામાંથી રાજનેતાઓ કેમ જલસા કરી રહ્યાં છે? સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, તમામ પ્રક્રિયાને હવે પેપરલેસ કરવાની હોવાથી ધારાસભ્યોને ઓફિશિયલ વપરાશ માટે iPhone 16 Pro, ipad અને ટેબલેટ આપવામાં આવી રહ્યાં છે.
દિલ્લીના ધારસભ્યોને iPhone 16 Pro, ipad અને ટેબલેટની ભેટ
સૂત્રો પ્રમાણે સરકાર વિધાનસભાની તમામ કાર્યવાહીને હવે ડિજિટલ કરવાની તૈયારી કરી રહી છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં ટીકાટિપ્પણીઓ શરૂ થઈ ગઈ છે.
કેટલાક લોકો કહી રહ્યાં છે કે, આ લોકોના ટેક્સનો દુરઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે કેટલાક લોકોએ સવાલ કર્યો કે, સરકારના મેક ઈન ઇન્ડિયા પ્રોજેક્ટનું શું થયું? સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ લખ્યું કે, ‘દિલ્લીના કરદારાઓ ધારાસભ્યોને iPhone 16 Pro અને iPad ભેટરૂપે આપવા માટે મજબૂર’. લોકોએ સવાલ કર્યો છે કે, ધારાસભ્યોને દર મહિને ફોનના ભથ્થારૂપે 10,000 રૂપિયા આપવામાં આવે છે તેમ છતાં હવે આ મહેરબાની શા માટે?
આપણ વાંચો: પાટીદાર દીકરીએ સોશિયલ મીડિયા પર રડતાં -રડતાં રાજકારણ અને પોલીસ પર આક્ષેપો! જુઓ વીડિયો
સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ આ ભેટનો હિસાબ પણ લગાવ્યો
સવાલ એ પણ છે કે, આપણે એકબાજું મેક ઈન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની વાત કરીએ છીએ. તો પછી વિદેશથી આયાત કરેલા ફોન શા માટે આપવામાં આવી રહ્યાં છે. એક વ્યક્તિએ વ્યંગાત્મક ટિપ્પણી કરતા લખ્યું કે, કોઈ જ વાંધો નહીં પરંતુ હવે તેમના માસિક પગારમાંથી ટકોતી થવી જોઈએ.
એક વ્યક્તિએ તો આ ભેટનો હિસાબ પણ લગાવ્યો છે. લખ્યું કે, ‘જો દિલ્હીના બધા 70 ધારાસભ્યોને મફત iPhone 16 Pro મળે અને ભારતમાં iPhone 16 Pro (128 GB) ની અંદાજિત છૂટક કિંમત ₹1,19,900 હોય, તો 70 ધારાસભ્યો × ₹1,19,900 = ₹83,93,000 જેટલી અંદાજિત કુલ કિંમત થાય!’. તમામ ધારાસભ્યોને આઈફોનની ભેટ આપવામાં આવી રહી હોવાથી દિલ્લીના લોકો નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે.