ફોરેન્સિક સાયન્સની વિદ્યાર્થીનીએ લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી! પોલીસે આ રીતે ભેદ ઉકેલ્યો

દિલ્હી: 6 ઓક્ટોબરની વહેલી સવારે દિલ્હીમાં ગાંધી વિહાર એપાર્ટમેન્ટમાં મકાનમાં લાગેલી આગમાં 32 વર્ષીય UPSC ઉમેદવાર યુવકનું મોત થયું હતું, પોલીસે આ ઘટના અંગે FIR નોંધી તપાસ હાથ ધરી હતી, તાપસ દરમિયાન ચોંકાવનારી માહિતી જણવા મળી. પોલીસને જાણવા મળ્યું કે આ અકસ્માત નહીં આયોજન પૂર્વક કરવામાં આવેલી હત્યા હતી અને આ હત્યા યુવકની પ્રમિકાએ જ કરી હતી.
અહેવાલ મુજબ BSc ફોરેન્સિક સાયન્સ ભણેલી 21 વર્ષીય યુવતી અમૃતા ચૌહાણે તેના ભૂતપૂર્વ પ્રેમી અને અન્ય એક સાથીની મદદથી તેના લીવ ઇન પાર્ટનર રામકેશ મીણાની હત્યાને અંજામ આપ્યો હતો.
આપણ વાચો: AI વડે બહેનોના અશ્લિલ ફોટો બનાવી યુવકને બ્લેકમેલ કર્યો, બદનામીના ડરથી આત્મહત્યા કરી
આ કારણે પ્રેમિકા રોષે ભરાઈ:
અહેવાલ મુજબ અમૃતાને જાણ થઇ કે તેના લિવ-ઇન પાર્ટનર રામકેશે તેમની અંગત પળોના વીડિયો રેકોર્ડ કરી હાર્ડ ડિસ્કમાં સેવ કર્યા છે. અમૃતાએ તેને વિડીયો ડિલીટ કરવા કહ્યું પણ રામકેશે ઇનકાર કર્યો હતો. નારાજ થયેલી અમૃતાએ તેના ભૂતપૂર્વ પ્રેમી LPG સીલીન્ડરના ડિસ્ટ્રીબ્યુટર સુમિત કશ્યપનો સંપર્ક કર્યો. બંને એ તેમના અન્ય એક સાથી સંદીપ કુમાર સાથે મળી હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
આ રીતે કરી હત્યા:
પોલીસના જણાવ્યા મુજબ 5 ઓક્ટોબરની રાત્રે ત્રણેય આરોપીઓ ફ્લેટમાં દાખલ થયા, જ્યાં તેમણે યુવકને માર માર્યો અને ગળું દબાવીને હત્યા કરી ત્યાર બાદ મૃત દેહ પર ઘી, તેલ અને દારૂ રેડ્યો હતો. LPG સીલીન્ડર ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા સુમિત કશ્યપે પોતાની એક્ષ્પર્ટીનો ઉપયોગ કરી ઘટનાસ્થળે આગ લગાવી દીધી હતી. તેમણે આગ એવી રીતે લાગાડી જેથી પોલીસને એવું લાગે કે આ કેસ LPG સીલીન્ડર બ્લાસ્ટ સાથે જોડાયેલો અકસ્માત હોય.
આપણ વાચો: કેટલી હોનહાર હતી આત્મહત્યા કરનારી મહારાષ્ટ્રની મહિલા ડોક્ટર, જાણો તેનાં ઉપરી પાસેથી
આ રીતે ભેદ ખુલ્યો:
શરૂઆતમાં એવું લાગ્યું કે આ અકસ્માત છે, પરંતુ પોલીસને સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો બિલ્ડિંગમાં પ્રવેશતા અને આગ લાગતા થોડા સમય પહેલા બહાર નીકળતાં દેખાયા. બાદમાં મહિલાની ઓળખ મૃતકના લિવ-ઇન પાર્ટનર અમૃતા તરીકે થઈ હતી. આગ લાગવા સમયે અમૃતાનું મોબાઇલ લોકેશનથી ઘટના સ્થળની નજીક મળી આવ્યું અને બાદમાં પોલીસે કોલ ડિટેલ રેકોર્ડ તપાસતા કાવતરું ખૂલું પડ્યું.
આગ લાગવાની પેટર્નને કારણે પણ પોલીસને શંકા ગઈ. પોલીસે કોલ ડિટેલ રેકોર્ડ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ત્રણેય આરોપીઓને શોધી કાઢ્યા અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી.
પૂછપરછ દરમિયાન અમૃતાએ હત્યાની કબૂલાત કરી. પોલીસે તેની પસેથી કથિત એક હાર્ડ ડિસ્ક કબજે કરી છે, જે તે હત્યા બાદ લઇને ભાગી ગઈ હતી.



