નેશનલ
Delhi Excise Policy Case:મનીષ સિસોદિયાને આંચકો, ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાઇ

નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે. મનીષ સિસોદિયા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ED આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
સિસોદિયાની ન્યાયિક કસ્ટડી બુધવારે સમાપ્ત થઈ રહી હતી. તેમને વર્ચ્યુઅલ રીતે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટના જજ કાવેરી બાવેજાએ તેમની કસ્ટડી 31 મે સુધી લંબાવવાનો આદેશ આપ્યો હતો.