દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ: EDએ અરવિંદ કેજરીવાલને 9મું સમન્સ જારી કર્યું
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રવિવારના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં નવમું સમન્સ જારી કર્યું હતું જે રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલ છે. EDએ કેજરીવાલને ગુરુવાર 21 માર્ચે તેની સામે હાજર થવા જણાવ્યું છે, એવા અહેવાલ આવ્યા છે.
કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં ઇડી દ્વારા જારી કરાયેલ સમન્સને અવગણવા બદલ ધરપકડ સામે રૂઝ એવન્યુ કોર્ટના વધારાના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા જામીન આપવામાં આવ્યાના એક દિવસ પછી આ પગલું આવ્યું છે. દિલ્હીના સીએમને જામીન માટે રૂ. 15,000ના અંગત બોન્ડ અને રૂ. 1 લાખની સ્યોરિ્ટી પર જામીન આપવામાં આવ્યા હતા. નોંધનીય છએ કે આ જ કેસમાં BRS નેતા કે કવિતાને 23 માર્ચ સુધી ઇડીની કસ્ટડી આપવામાં આવી છે. તેમના પર દિલ્હીમાં દારૂના લાયસન્સના મોટા હિસ્સાના બદલામાં શાસક AAPને 100 કરોડ રૂપિયાની કિકબેક ચૂકવવાનો આરોપ છે
આ સમન્સ અંગે પ્રતિક્રિયા આપતા આપના નેતા આતિશીએ જણાવ્યું હતું કે, “આ બીજેપી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કેજરીવાલને દિલ્હીમાં આગામી લોકસભા ચૂંટણી લડતા રોકવાના સ્પષ્ટ હેતુ સિવાય બીજું કંઈ જ બતાવતું નથી. મોદી અને તેમના ભાજપને કોર્ટ, લોકશાહી કે ન્યાયની પરવા નથી. તેઓ ED-CBI નો ઉપયોગ કેજરીવાલને આગામી ચૂંટણી માટે પ્રચાર કરતા રોકવા માટે કરી રહ્યા છે. શું તેઓ (મોદી) કોર્ટના નિર્ણયની રાહ જોઈ શકતા નથી? તેમણે ગઈકાલે સાંજે કેજરીવાલને બે સમન્સ મોકલ્યા હતા. આ કેવા પ્રકારની ગુંડાગર્દી છે? ઈડી અને સીબીઆઈ મોદીની સલાહ મુજબ વર્તી રહ્યા છે.
અગાઉ કેજરીવાલે હવે રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ED દ્વારા આઠમા સમન્સની અવગણના કરી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તપાસ એજન્સીના પ્રશ્નોના જવાબ આપવા માટે 12 માર્ચ પછી બીજી તારીખ માંગી હતી. જો કે, ફેડરલ તપાસ એજન્સીએ કહ્યું હતું કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરવાની કોઈ જોગવાઈ નથી.