![Jammu Kashmir today BJP seat, legislative party leader will be elected](/wp-content/uploads/2024/11/BJP-Flag.webp)
નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi assembly election results) મતગણતરી ચાલી રહી છે. ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે. ભાજપ 37 બેઠક, આપ 26 બેઠક અને કૉંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે કુલ 699 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. સત્તારૂઢ આમ આદમી પાર્ટી, ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ છે.
ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં (exit poll) ભારતીય જનતા પાર્ટી (BJP) 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આમ આદમી પાર્ટીના (AAP) કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
Also read: દિલ્હીની ચૂંટણીમાં પરાજય દેખાતાં રાહુલ આડશ ગોતી રહ્યા છે: ફડણવીસ
મુખ્ય પ્રધાન આતિશીએ શું કહ્યું
દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી અને કાલકાજીથી આપના ઉમેદવાર, આતિશીએ કહ્યું કે, આ કોઈ સામાન્ય ચૂંટણી નહોતી પણ સારા અને ખરાબ વચ્ચેની લડાઈ હતી, શાંતિ અને ગુંડાગીરીની લડાઈ હતી. મને વિશ્વાસ છે કે, દિલ્હીના લોકો આપ અને અરવિંદ કેજરીવાલ સાથે ઊભા રહેશે અને કેજરીવાલ ચોથી વખત મુખ્ય પ્રધાન બનશે.