નેશનલ

Delhi Election પૂર્વે અરવિંદ કેજરીવાલે કરી ચૂંટણી પંચ સાથે બેઠક, કરી આ રજૂઆત

નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રઆરીના રોજ મતદાન(Delhi Election)માટે યોજવાનું છે. ચૂંટણી પંચ તેની માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને અરવિંદ કેજરીવાલ મતદાનના એક દિવસ પહેલા ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યા હતા. ત્યારે આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા. આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે અમારી ફરિયાદો આપી છે અને અમને કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

પોલીસનો ઉપયોગ કરીને ગુંડાગીરીનો આક્ષેપ

આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, અમે ચૂંટણી પંચને મળીને આવ્યા છે. તેમણે અમને કહ્યું કે સામાન્ય રીતે ચૂંટણી પંચ આ સમયગાળા દરમિયાન મળતું નથી. અમે ચૂંટણી પંચનો આભાર માનીએ છીએ. અમે આવા કિસ્સાઓ વિશે ચૂંટણી પંચને જાણ કરી છે. દિલ્હી પોલીસનો ઉપયોગ કરીને ગુંડાગીરી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: વિકાસની વાતો કરનારા અરવિંદ કેજરીવાલ પણ જાતિવાદને શરણે; શું જાટ કાર્ડથી મળશે દિલ્હીનો તાજ?

લોકો ભય વિના મતદાન કરી શકે તેવી વ્યવસ્થા

કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પંચે ખાતરી આપી છે કે કડક પગલાં લેવામાં આવશે. તેઓ નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેશે. અમે પંચને જણાવ્યું છે કે ઘણી જગ્યાએ લોકો ડરના લીધે મતદાન કરવા માટે ઘરની બહાર ન નીકળે. ચૂંટણી પંચે કહ્યું છે કે તેઓ સુનિશ્ચિત કરશે કે લોકો ભય વિના મતદાન કરી શકે.

તેમણે વધુમાં જણાવ્યું કે અમે ત્રીજી વાત એ હતી કે આજે રાત્રે મોટા પાયે લોકોની આંગળીઓ પર કાળી શાહી લગાવવામાં આવશે. તેમને પૈસા આપીને અથવા ધમકી આપીને જેથી તેઓ કાલે મતદાન ન કરી શકે. જ્યારે કમિશને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

આપણ વાંચો: અરવિંદ કેજરીવાલ પછી કોણ…ભાજપે આક્ષેપ કર્યો છે કે…

ચૂંટણી પંચે આપ્યો આ જવાબ

અરવિંદ કેજરીવાલની બેઠક બાદ ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમામ અધિકારીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરી રહ્યા છે. પોલીસ અને તમામ એજન્સીઓને કોઈપણ અવરોધ પેદા કર્યા વિના ચૂંટણીની પારદર્શિતા જાળવવા સૂચના આપવામાં આવી છે. જો ક્યાંક ગતિરોધ હોય તો કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button