Delhi Assembly election: AAP એ 31 માંથી 20 બેઠકો પર ચહેરા બદલ્યા, સિસોદિયાની સીટ કેમ બદલાઈ?
નવી દિલ્હી: આવનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી(AAP)એ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. પાર્ટીએ 31 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. જો કે ચોંકાવનારી વાત એ રહી કે સત્તાધારી AAPએ 31માંથી 20 બેઠકો પર ઉમેદવારો બદલ્યા અથવા નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને વિધાનસભાના નાયબ સ્પીકર રાખી બિદલામીની ટિકિટ બદલવામાં આવી છે.
આ પણ વાંચો : Spam Calls અને Messagesથી મળશે રાહત! સરકાર જાહેર કરશે નવી ગાઈડલાઈન્સ
આ બેઠકોમાં ફેરફાર:
AAP દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર સિસોદિયા હવે પટપરગંજથી નહીં પણ જંગપુરા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે. જ્યારે અવધ ઓઝાને તેમની બેઠક પટપરગંજથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે જંગપુરાના વિધાનસભ્ય પરથી પ્રવીણ દેશમુખની ટિકિટ કાપવામાં આવી છે. આ સિવાય વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર રાખી બિદલાનની સીટ બદલીને તેમને માદીપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
નરેલાથી શરદ ચૌહાણની ટિકિટ દિનેશ ભારદ્વાજને, બિજવાસનમાં બીએસ જૂનની ટિકિટ સુરેન્દ્ર ભારદ્વાજને, મુસ્તફાબાદમાં હાજી યુનુસની ટિકિટ આદિલ અહેમદ ખાનને આપવામાં આવી છે. AAPએ અગાઉ પટેલ નગર બેઠક પરથી વિધાનસભ્ય રાજકુમાર આનંદને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ ભાજપમાં જોડાયા હતાં, તેમના સ્થાને પ્રવેશ રતનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પ્રવેશ રતન થોડા દિવસો પહેલા જ ભાજપમાંથી AAPમાં જોડાયા છે.
ચાંદની ચોક સીટ પર વર્તમાન વિધાનસભ્ય પ્રહલાદ સાહનીની ટિકિટ કાપીને તેમના પુત્ર પુનરદીપ સિંહ સાહનીને ટિકિટ આપવામાં આવી છે, આદર્શ નગર બેઠક પર પવન શર્માની ટિકિટ કાપીને મુકેશ ગોયલને ટિકિટ આપવામાં આવી છે. મુકેશ હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર અને ગૃહના નેતા છે. પાલમથી ભાવના ગૌડની ટિકિટ રદ કરીને જોગીન્દર સોલંકીને આપવામાં આવી છે.
સિસોદિયાને હારનો ડર?
આ યાદી બહાર આવતાની સાથે જ સવાલ ઉઠી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ પછી પાર્ટીમાં બીજા સૌથી મોટા ચહેરા મનીષ સિસોદિયાની સીટ કેમ બદલવામાં આવી?
આ પણ વાંચો : વાચકો માટે નવો પ્રોજેક્ટ શરૂ કર્યો રતન ટાટા મેનેજર શાંતનુ નાયડુએ,જાણો વિગતો
મનીષ સિસોદિયાની સીટ બદલવા પાછળનું સૌથી મોટું કારણ આ સીટ પર છેલ્લી વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે. ગત વખતે સિસોદિયા પટપરગંજ સીટથી બહુ ઓછા માર્જીનથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ સિસોદિયા અને બીજેપી ઉમેદવાર રવિન્દ્ર સિંહ નેગી વચ્ચેની જીતનું અંતર 3 હજાર વોટ હતું.