દિલ્હીમાં જમાઈએ પત્ની અને સાસુની કરી નિર્મમ હત્યા! ઘરેલું વિવાદની આશંકા

નવી દિલ્હીઃ એનસીઆરટીના આંકડા પ્રમાણે હત્યાની ઘટનાઓમાં સહજ વધારો થઈ રહ્યો છે. ક્રાઇમ હવે સહજ કેમ થતો જાય છે? તે પણ એક પ્રશ્ન છે. દિલ્હીના રોહિણી સેક્ટર 17માં ચોંકવાનારી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘરની અંદર જ માતા અને દીકરીની ક્રુરતા પૂર્વક હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. માતા અને દીકરીની ઘરમાં જ છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા કેસમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીના તપાસ શરૂ કરી દીધી હતી.
પ્રિયાના પતિ યોગેશ સહગલે આ હત્યા કરી હશેઃ પ્રાથમિક તપાસ
પોલીસના જણાવ્યાં પ્રમાણે મૃતકની ઓળખ 27 વર્ષીય પ્રિયા અને તેની 63 વર્ષીય માતા કુસુમ સિન્હા તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે હત્યાનો આરોપ પ્રિયાના પતિ યોગેશ સહગલ પર થઈ રહ્યો છે. હત્યાની ઘટના બાદ તે ફરાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આખરે શા માટે આ હત્યા કરવામાં આવી? શું આ હત્યા પાછળ પ્રિયાના પતિ યોગેશ સહગલનો જ હાથ છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ પણ તેમાં સામેલ છે તે મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
આ પણ વાંચો: સુરતમાં બેવડી હત્યા: 5 વર્ષની બાળકી અને મજૂરની નિર્મમ હત્યાથી ખળભળાટ
ઘરેલૂ વિવાદમાં આ વારદાત થઈ હોવાની આશંકા
દિલ્હી પોલીસે અત્યારે આ વિસ્તારને સીલ કરી લીધો છે. પ્રાથમિક તપાસ પ્રમાણે ઘરેલું વિવાદમાં આ વારદાત થઈ હોવાની શંકા છે, જો કે, તેમાં હજી કોઈ સત્તાવાર માહિતી પ્રકાશમાં આવી નથી. જો કે, પોલીસે કથિત આરોપી યોગેશ સહગલને શોધી રહી છે. તે ઝડપાયા બાદ આગળની જાણકારી મળી શકે છે. પરંતુ ધોળા દિવસે માતા અને દીકરીની હત્યા થઈ હોવાથી રોહિણી સેક્ટર 17માં અત્યારે ભયનો માહોલ છવાયો હતો.