34 વર્ષની યુવતીએ 6 વર્ષ નાના પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, લાશ ગટરમાં ફેંકી પણ….

નવી દિલ્લીઃ ભારતમાં એવી અનેક ઘટનાઓ બની રહી છે, જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી હોય! દિલ્લીમાં ફરી એક આવો જ બનાવ બન્યો છે. દિલ્લીના અલીપુર વિસ્તારમાં હત્યાની આ ઘટના પ્રકાશમાં આવી છે. પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યાનો પ્લાન બનાવીને પતિનું ઢીમ ઢાળી દીધું છે. એટલું જ પરંતુ હત્યા આરોપી પત્નીએ પતિની હત્યા કરાવવા માટે પોતાની બહેનના ભાઈને સોપારી આપી હતી. આ ઘટના ઘણાં સમય પહેલા બની હતી, જેમાં પોલીસને હત્યાને ભેદ ઉકેલી લીધો છે.
આરોપી પત્નીએ ખૂદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ઘટનાની વાત કરવામાં આવે તો, પત્નીને 20મી જુલાઈ 2023માં પોતાનો પતિ પ્રીતમ પ્રકાશ લાપતા થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયદામાં પત્નીએ એવું લખાવ્યું હતું કે, તેનો પતિ 5મી જૂનથી લાપતા છે. ફરિયાદના આધારે પોલીસે પ્રીતમના મોબાઈલને સર્વેલન્સ પર રાખ્યો હતો. પહેલા તો પ્રીતમને ફોન બંધ આવતો હતો પરંતુ પછી જ્યારે ફોન ચાલુ થયો ત્યારે તેનું લોકેશન હરિયાણાના જાજી ગામમાં હતું. પોલીસે એક ટીમ હરિયાણા મુકી અને ફોન ચલાવનાર રોહિતની ધરપકડ કરી લીધી હતી. તપાસમાં સામે આવ્યું કે, રોહિત સામે પહેલા પણ હત્યા સહિતના અનેક કેસ નોંધાયેલા છે.
સોનિયાના પ્રેમી રોહિતે કર્યો સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ
પોલીસે રોહિત સાથે પૂછપરછ કરી ત્યારે સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. એટલું જ નહીં પરંતુ સોનિયા જે પ્રીતમની પત્ની છે તેણે પણ હત્યા કરી હોવાનુ કબૂલ કરી લીધું છે. પત્ની હત્યા કર્યાં બાદ સોનિયાએ પ્રીતમનો ફોન રોહિતને આપ્યો હતો અને કહ્યું હતું કે તેને નષ્ટ કરી દેજે પરંતુ રોહિતે ફોન ચાલુ રાખ્યો અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. સોનિયાએ કહ્યું કે, તેનો પતિ દારૂ પીને આવતો હતો અને રોજ તેને મારતો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયામાં રોહિત સાથે મિત્રતા થઈ અને પછી પ્રેમ થઈ ગયો હતો. બન્ને લગ્ન કરવા માંગતાં હતા પરંતુ પતિ તેમાં અડચણરૂપ હતો.
50 હજાર રૂપિયામાં પતિની હત્યાની સોપારી આપી
પતિની હત્યા કરાવવા માટે સોનિયાએ પોતાની બહેનના દિયર વિજયને સોપારી આપી હતી. સોનિયા વિજયને આ હત્યા કરવા માટે 50 હજાર રૂપિયા આપ્યાં હતાં. 5મી જુલાઈએ વિજયએ પોતાના ઘરે બોલાવ્યો અને તે જ રાત્રે હત્યા કરીને લાશ ગટરમાં ફેકી દીધી હતી. લાશની ઓળખ ના થઈ શકી હોવાથી પોલીસે તેના અંતિમ સંસ્કાર કરાવી દીધા હતાં, જો કે, પોસ્ટમોર્ટમ કરીને સબૂત માટે તેના ડીએનએ સેમ્પલ સાચવીને રાખ્યાં હતાં. પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. દિલ્લી પોલીસે સોનિયા, રોહિત અને વિજય સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો…હૈયું હચમચાવી નાખે તેવી ઘટના: માસૂમ બાળકની નરબલિ, યુપી પોલીસનો કોન્સ્ટેબલ જ નીકળ્યો હત્યારો!