ટોપ ન્યૂઝનેશનલ

Manish Sisodiaની જ્યુડિશિયલ કસ્ટડી 30 મે સુધી વધી, દિલ્હીની કોર્ટેનો નિર્ણય

નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી(Delhi Excise policy) માં થયેલા કથિત કોભાંડ કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટી(AAP)ના નેતા મનીષ સિસોદિયા(Manish Sisodia)ને કોર્ટ તરફથી કોઈ રાહત મળી રહી નથી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે(Rouse Avenue Court) આજે બુધવારે મનીષ સિસોદિયાની જ્યુડીશીયલ કસ્ટડી 30 મે સુધી વધારી દીધી છે.

રદ કરાયેલી દિલ્હી લિકર એક્સાઇઝ પોલિસી 2021-22 માં કથિત રીતે થયેલી ગેરરીતીની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI)એ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને આરોપીઓમાંના એક છે.

અગાઉ મંજૂર કરવામાં આવેલી જ્યુડીશીયલ કસ્ટડી(Judicial Custody) આજે પૂર્ણ થતી હોવાથી મનીષ સિસોદિયાને વિડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ સિસોદિયાની કસ્ટડી લંબાવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગયા વર્ષે 9 માર્ચે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાનની લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી હતી. ત્યાર બાદ CBIએ પણ કેસ નોંધ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button