
નવી દિલ્હીઃ કૉંગ્રેસના માથે કલંક સમા 1984માં થયેલા શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં દિલ્હી કોર્ટે નિર્ણય આપ્યો છે. લગભગ ચાર દાયકા બાદ કોર્ટે કૉંગ્રેસના નેતા સજ્જન કુમારને બે શીખોની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવ્યા છે. કોર્ટે પોતાના નિર્ણયમા જણાવ્યું હતું કે સરસ્વતી વિહાર ખાતે બે શીખોની હત્યા કરવાના કેસમાં સજ્જન કુમાર દોષિત છે.
Also read : રાહુલ ગાંધી હાજીર હો… સેના પર કરેલી ટિપ્પણી મુદ્દે 24 માર્ચે થશે સુનાવણી
આ કેસ 1 નવેમ્બર, 1984ના રોજ દિલ્હીના સરસ્વતી વિહાર વિસ્તારમાં એક શીખ પિતા અને પુત્રની હત્યા સાથે સંબંધિત છે. આ કેસમાં સજ્જન કુમાર પર ટોળાનું નેતૃત્વ કરવાનો આરોપ છે. તેમની ઉશ્કેરણીને કારણે લોકોના ટોળાએ બે શીખને જીવતા સળગાવી દીધા હતા. ત્યાર બાદ પીડિતોના ઘરમાં લૂંટફાટ કરવામાં આવી હતી અને ઘરના બધા લોકોને ઘાયલ કરી દેવામાં આવ્યા હતા.
Also read : મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે! નવી સરકારની રચનાના સમીકરણો ખોરવાયા
જસવંત સિંહ અને તેના પુત્ર તરૂણદીપ સિંહની હત્યા કરવામાં આવી હતી.
1 નવેમ્બર, 2023ના કોર્ટે સજ્જન કુમારનું નિવેદન નોંધ્યું હતું. સજ્જન કુમારે પોતાની સામેના બધા આક્ષેપોનો રદિયો આપ્યો હતો. એમના વકીલે દલીલ કરી હતી કે સજ્જન કુમારનું નામ શરૂઆતથી કેસમાં નહોતું. એક સાક્ષીએ 16 વર્ષ બાદ સજ્જન કુમારનું નામ લીધું હતું.