પાટનગર દિલ્હીમાં પણ કોરોનાનો ફફડાટ, જાણો શું છે લેટેસ્ટ પરિસ્થિતિ? | મુંબઈ સમાચાર

પાટનગર દિલ્હીમાં પણ કોરોનાનો ફફડાટ, જાણો શું છે લેટેસ્ટ પરિસ્થિતિ?

નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોવિડ-19 ડેશ બોર્ડ પ્રમાણે, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 7121 છે. કેરળમાં સૌથી વધુ 2223 એક્ટિવ કેસ છે. જે બાદ ગુજરાતમાં 1223, પશ્ચિમ બંગાળમાં 747 અને દિલ્હીમાં 757 એક્ટિવ કેસ છે.

એક્ટિવ કેસ મામલે દિલ્હી દેશમાં ત્રીજા ક્રમે

દિલ્હી દેશમાં કોરોનાના એક્ટિવ કેસ મામલે ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66 નવા કેસ નોંધાયા હતા અને 90 દર્દી મુક્ત થયા હતા. કોરોનાથી દિલ્હીમાં અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુ થયા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1322 કોરોના કેસ નોંધાયા છે.

આપણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય પ્રધાને નાગરિકોની કરી આ અપીલ

કોરોના ટેસ્ટની કિટ જ નથી

દિલ્હીમાં કોરોનાની તપાસ આરટીપીસીઆરથી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોરના ટેસ્ટ દરમિયાન નાક અને ગળામાં સ્વેબનું સેમ્પલ લેવામાં આવે છે. તેનો રિપોર્ટ 24 કલાકમાં આવે છે.

જોકે હાલ રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ જ ઉપલબ્ધ નથી. આ કિટથી થોડી જ મિનિટોમાં કોરોના ટેસ્ટ રિપોર્ટ આવી જાય છે. જોકે આરટીપીસીઆર ટેસ્ટનું પરિણામ 100 ટકા હોય છે. દિલ્હીની ખાનગી લેબમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ 24 કલાકમાં જ આપવામાં આવે છે.

આપણ વાંચો: કોરોના સામે વડાપ્રધાન મોદીની સુરક્ષા વધારાઈ; હવે પ્રધાનો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત…

ડોક્ટરોએ શું આપી સલાહ

દિલ્હીમાં કોરોનાના દર્દીઓમાં ઉધરસ, શરદી, તાવ જેવા હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. પરંતુ ગંભીર બીમારી થવા પર વૃદ્ધો સહિત યુવતીઓ અને નવજાત શિશુના મૃત્યુના કિસ્સાઓ પણ નોંધાયા છે. આવા સમયે ડોકટરો કોરોનાને લઈને સાવચેતી રાખવાની સલાહ પણ આપી રહ્યા છે. હોસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીઓને પરિસરમાં માસ્ક પહેરવા અંગેની એડવાઈઝરી પહેલેથી જારી કરવામાં આવી છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button