ટોપ ન્યૂઝનેશનલ

આજે જાહેર થશે દિલ્હીના નવા મુખ્ય પ્રધાનનું નામ, વિધાન સભ્ય દળની બેઠકમાં થશે નિર્ણય

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને 11 દિવસ થઈ ગયા છે, પરંતુ ભાજપે હજુ સુધી દિલ્હીને નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર કર્યું નથી. હવે એવું જાણવા મળ્યું છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન પદનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે થવાનો છે, દરમિયાન આજે એટલે કે બુધવારે વિધાનસભા પક્ષની બેઠક મળવાની છે જેમાં પાર્ટીના તમામ 48 વિધાન સભ્ય હાજર રહેશે. આ બેઠકમાં દિલ્હીના નવા મુખ્ય પ્રધાનના નામ પર મહોર મારવામાં આવશે. ત્યારબાદ નવા મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવશે. એમ જાણવા મળ્યું છે કે ભાજપ વિધાનસભ્ય દળની બેઠક બુધવારે સાંજે 6:00 વાગે યોજાશે અને આ બેઠકમાં વિધાનસભા સભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ વિધાનસભ્ય પક્ષના નેતા અન્ય વિધાન સભ્યો સાથે લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

દિલ્હીના મુખ્યપ્રધાન અને તેમના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે બપોરે યોજાશે. આ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે, જેના માટે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. આ અંગે ભાજપના નેતાઓએ લેફ્ટનેટ ગવર્નર સક્સેનાની મુલાકાત પણ કરી હતી.

Also read: દિલ્હીમાં ભાજપ કોને બનાવશે મુખ્ય પ્રધાન, જાણો નવી વ્યૂહરચના?

શપથ ગ્રહણ સમારોહની જવાબદારી વિનોદ તાવડે સંભાળશે પક્ષના નેતાઓનું કહેવું છે કે બુધવારે સવારે વિધાનસભ્ય પક્ષની બેઠક પહેલા નિરીક્ષક ની જાહેરાત કરવામાં આવશે શપથ ગ્રહણ સમારોહની જવાબદારી ભાજપ અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડીને સોંપવામાં આવી છે. દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ માટે તૈયારીઓ ચાલી રહી છે જેનું લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ નિરીક્ષણ કર્યું હતું. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય પ્રધાનો, ભાજપના અધિકારીઓ અને અન્ય નેતાઓ તેમજ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનો પણ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત સંતો, ઋષિઓ, પક્ષના કાર્યકરો, સફાઈ કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત લોકો પણ આ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.

દિલ્હીના મુખ્યપ્રધાન પદની રેસમાં જે નામો આગળ ચાલી રહ્યા છે તેમાં વિજેન્દ્ર ગ્રુપ ગુપ્તા, રેખા ગુપ્તા, પ્રવેશ વર્મા, આશિષ સૂદ અને સતીશ ઉપાધ્યાયના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પવન શર્મા, મંજિન્દર સિંહ સિરસા, શિખા રાય, અજય મહાવર, જીતેન્દ્ર મહાજન, રવિન્દ્ર ઇન્દ્રજ, કૈલાશ ગંગવાલ અને કર્નેલસિંહ સૈનીના નામ પણ ચર્ચામાં છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button