Kejriwal CM પદેથી રાજીનામું આપે તેવી શક્યતાઃ L-G પાસે માંગ્યો ટાઈમ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આવતીકાલે રાજીનામું આપે તેવી શક્યતા છે. તેમણે આજે કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળવા માટે સમય માંગ્યો છે. લેફ્ટનન્ટ ગર્વનરે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મંગળવારના બપોરના 4.30 વાગ્યાનો સમય આપ્યો છે, એમ એક અહેવાલમાં જણાવ્યું હતું.
આપ (આમ આદમી પાર્ટી)ના રાષ્ટ્રીય કન્વીનરે રવિવારે (૧૫ સપ્ટેમ્બર) જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસમાં તેમના પદ પરથી રાજીનામું આપશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે. ગોપાલ રાય અને કૈલાશ ગેહલોત અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા.
આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલ પછી કોણ…ભાજપે આક્ષેપ કર્યો છે કે…
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ, પક્ષના કાર્યકરોને સંબોધતા કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે જયારે લોકો તેમની પ્રામાણિકતાની ખાતરી કરશે ત્યાર બાદ જ તેઓ મુખ્ય પ્રધાન તરીકેની તેમની ભૂમિકા સંભાળશે.
તેમણે કહ્યું હતું કે હું મુખ્ય પ્રધાનની ખુરશી પર ત્યારે જ બેસીશ, જ્યારે લોકો મને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે. તેમણે વધુમાં કહ્યું હતું કે હું મુખ્ય પ્રધાન અને સિસોદિયા ઉપમુખ્યમંત્રી ત્યારે જ બનશે જ્યારે લોકો કહેશે કે અમે પ્રમાણિક છીએ