
નવી દિલ્હી : દિલ્હીમાં ભાજપના નવા સીએમ તરીકે રેખા ગુપ્તાનું નામ(Delhi CM Rekha Gupta)જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપ ફરીથી સત્તામાં આવી છે. દિલ્હીના નવા સીએમનો શપથ ગ્રહણ કાર્યક્રમ આવતીકાલે 20 ફેબ્રુઆરીના રોજ રામલીલા મેદાનમાં યોજાશે.
જેની માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભાજપે આ કાર્યક્રમ માટે વિવિધ રાજ્યોમાં તેમની સરકારોના કુલ 20 નાયબ મુખ્યમંત્રીઓને આમંત્રણ આપ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશથી નાગાલેન્ડ સુધીના નાયબ મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: દિલ્હીમાં ભાજપ માટે વૈકુંઠ નાનું ને ભગતડાં ઝાઝાં
પ્રધાન મંત્રી પીએમ મોદી સહિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે
દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી પીએમ મોદી સહિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ, પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ, ઓટો-રિક્ષા ચાલકો, મજૂરો અને કેટલાક અગ્રણી લોકો આવતીકાલે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
રામલીલા મેદાનમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ
આપણ વાંચો: દિલ્હીમાં ભાજપની સરકાર બને પહેલા જ કેજરીવાલની મુશ્કેલીઓ વધી; હવે આ મામલે થશે તપાસ…
રામલીલા મેદાનમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં ઉત્તર પ્રદેશથી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક, મહારાષ્ટ્રથી એકનાથ શિંદે અને અજિત પવાર, મધ્ય પ્રદેશથી રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા, રાજસ્થાનથી દિવ્યા કુમારી અને પ્રેમચંદ બૈરવા, ઓડિશાથી પ્રતિભા પરિદા અને કનકવર્ધન સિંહ, છત્તીસગઢથી અરુણ સો અને વિજય શર્મા, અરુણાચલ પ્રદેશથી ચૌના મૈન, આંધ્ર પ્રદેશથી પવન કલ્યાણ, બિહારથી વિજય કુમાર સિંહા અને સમ્રાટ ચૌધરી ભાગ લેશે.
આ સમારોહ બપોરે 12 વાગ્યે શરૂ થશે
દિલ્હીના નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ યોજાશે છે. આ સમારોહ બપોરે 12 વાગ્યે શરૂ થશે. ભાજપ આ સમારોહને ભવ્ય બનાવવાની તૈયારી કરી રહ્યું છે.