Delhi માં ભાજપના મુખ્ય મંત્રીના નામ પર સસ્પેન્સ યથાવત, ધારાસભ્ય જિતેન્દ્ર મહાજને આપ્યું આ નિવેદન

નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)27 વર્ષ બાદ ભાજપને ફરી સત્તા મળી છે. જેમાં હવે ભાજપના દિલ્હીના સીએમના નામ મુદ્દે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. દિલ્હીના નવા સીએમ માટે ભાજપ હાઇ કમાન્ડ ધારાસભ્ય દળની બેઠક નામ નક્કી કરશે. જોકે, આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેવા સમયે દિલ્હીના રોહતાસ નગરના ભાજપના ધારાસભ્ય જિતેન્દ્ર મહાજનનું એક નિવેદન પ્રકાશમાં આવ્યું છે.
પાર્ટી હાઇકમાન્ડ નક્કી કરશે
તેમણે કહ્યું છે કે આ અંગે પાર્ટી હાઇકમાન્ડ નક્કી કરશે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે. તેમણે દાવો કર્યો કે દિલ્હીના લોકોને ટૂંક સમયમાં ભાજપના નવા મુખ્યમંત્રી મળશે. જીતેન્દ્ર મહાજને કહ્યું કે, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી પૂરી કરવી એ ભાજપની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું, પક્ષે હવે દિલ્હી અને આપણા પ્રદેશના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કારણ કે જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેને પૂર્ણ કરવાની જવાબદારી પક્ષની છે.
કરોડો રૂપિયા ખર્ચ કરે છે તો તેની તપાસ થવી જોઈએ
જ્યારે આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી સત્તાવાર નિવાસસ્થાન જેને વિપક્ષ ‘શીશ મહેલ’ કહે છે. તેની ચાલી રહેલી તપાસ અંગે મહાજને કહ્યું કે આટલા પૈસા ખર્ચાયા પછી તપાસ અનિવાર્ય છે. તેમણે કહ્યું, જો આમ આદમી પાર્ટીના નેતાઓ શીશ મહેલમાં રહે છે અને કરોડો રૂપિયા ખર્ચ કરે છે તો તેની તપાસ થવી જોઈએ. આ ઉપરાંત તેમણે સરકારી વિભાગોમાં બહારના લોકોની ભરતીને પણ ખોટી ગણાવી અને તેની તપાસની માંગ કરી.
આ પણ વાંચો : આવી ભીડ દિલ્હી રેલવે સ્ટેશન પર મેં ક્યારેય નથી જોઈઃ અધિકારીઓ પણ હેરાન
ભાજપ આક્રમક મૂડમાં
દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો બાદ ભાજપ આક્રમક મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. દારૂ નીતિ કૌભાંડ બાદ પાર્ટી સતત કેજરીવાલ સરકાર પર હુમલો કરી રહી છે. જ્યારે ભાજપના ધારાસભ્ય જિતેન્દ્ર મહાજનના આ નિવેદન રાજકીય ગરમાવો લાવી દીધો છે.