નેશનલ

Delhi: ચાંદની ચોક માર્કેટમાં બંદૂકની અણીએ 80 લાખ રૂપિયાની લૂંટ, ઘટના CCTVમાં કેદ

Delhi: દિલ્હીમાં છાશવારે ગુનાખોરીની ઘટના બનતી રહે છે. દિલ્હીના ચાંદની ચોક બજરમાં રૂપિયા 80 લાખની લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક વ્યક્તિ હાથમાં બંદૂક લઈને આવ્યો અને 80 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયો હતો. આરોપીએ ડરાવવા માટે ફાયરિંગ પણ કર્યું હતું. જો કે, આ સમગ્ર ઘટના એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે અત્યારે આ મામલે તપાસ હાથ ધરી દીધી છે.

લૂંટની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ
ચાંદની ચોકમાં ટોપી પહેલીને આવેલા એક બદમાશે વેપારી પાસેથી 80 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટી લીધી હતી. સીસીટીવી વીડિયો પ્રમાણે પહેલા તે બદમાશ પીછો કરતો કરતો આવ્યો અને પછી બંદૂક બતાવીને ડરાવ્યો અને રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. આ સાથે પીડિત વ્યક્તિને સાથે પણ પુછપરછ કરવામાં આવી હતી, આ ઘટના કેવી રીતે બની? શું તે વ્યક્તિને જાણે છે કે કેમ? જો કે, સીસીટીવીના આધારે તો તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસને દરેક દિશામાં તપાસ કરવી અનિવાર્ય છે.

હવેલી હૈદર કુલી ચાંદની ચોકમાં બની લૂંટની ઘટના
આ લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે, પીડિત વ્યક્તિ રૂપિયાની બેગ લઈને જઈ રહ્યો છે, અને તેની પાછળ આવતા એક વ્યક્તિએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની વાત કરવામાં આવે તો, આ ઘટના 17 માર્ચે સાજે 6 વાગ્યાની આસપાસ બની હતી. હવેલી હૈદર કુલી ચાંદની ચોકમાં આર.કે.ગુજરાતી આંગડિયાના કર્મચારી પાસેથી રોકડ ભરેલી બેગની લૂંટ થઈ હતી. આંગડિયાના કર્મચારી બેગમાં 80 લાખ રૂપિયા લઈને જઈ રહ્યો હતો. લૂંટ દરમિયાન બદમાશોએ ચાર રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

આ પણ વાંચો…જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ફેબ્રુઆરીમાં વધીને 2.38 ટકાના સ્તરે પહોંચ્યો

ડરાવવા માટે આરોપીએ ચાર રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું
લૂંટના ઈરાદે આવેલા વ્યક્તિએ પહેલા આંગડિયાના કર્મચારીને બંદૂક બતાવી ડરાવ્યો હતો અને પછી તેની પાસેથી બેગ લૂંટી લીધી હતી. ઘટના દરમિયાન આરોપીએ માથામાં ટોપી અને માઢા પર માસ્ક પહેર્યું હતું. જેથી તેના ચહેરાની ઓળખ થઈ શકી નથી. આંગડિયાના કર્મચારીને ડરાવવા માટે આરોપીએ ચાર રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસે અત્યારે આરોપીને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button