નેશનલ

દિલ્હીમાં કાર બ્લાસ્ટ અંગે વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ શું કહ્યું?

નવી દિલ્હી: ગઈ કાલે સાંજે 6 વાગ્યાના અરસામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે એક કારમાં વિસ્ફોટ થતા 9 લોકોના મોત છે અને 12થી વધુ ઘાયલ થયા, જેને કારણે સમગ્ર દેશમાં શોકનો લાગણી છે. હાલ આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. રાજકીય નેતાઓ આ ઘટના અંગે દુખ અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલ રાત્રે 9.42 વાગ્યે X પર પોસ્ટ કરીને લખ્યું, “આજે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. અધિકારીઓ અસરગ્રસ્તોની મદદ કરી રહ્યા છે છે. ગૃહ પ્રધાન અમિત શાહજી અને અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.”

ગૃહ પ્રધાન અમિત શાહે X પર પોસ્ટ કરી લખ્યું, “દિલ્હીમાં થયેલા વિસ્ફોટ ને કારણે થયેલી જાનહાનિનું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. મેં વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી છે અને હોસ્પિટલમાં ઘાયલોને પણ મળ્યો, તેઓ ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. ટોચની એજન્સીઓ સંપૂર્ણ ઘટનાની તપાસ કરી રહી છે, અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.”

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે X પર પોસ્ટ કરીને લખ્યું, “દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ સમયમાં મારી સંવેદનાઓ મૃતકોના પરિવારો સાથ છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.”

દિલ્હી કાર બ્લાસ્ટ અંગે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર લખ્યું, “દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં થયેલા વિસ્ફોટના સમાચાર અત્યંત પીડા આપે તેવા અને ચિંતા ઉપજાવે તેવા છે. આ ઘટનામાં ઘણા નિર્દોષ લોકોના જીવ જવાએ ખૂબ જ દુઃખદ છે. આ દુઃખના સમયમાં, હું શોકગ્રસ્ત પરિવારો સાથે છું, જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને મારી સંવેદનાઓ તેમની સાથે છે. તમામ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી આશા.”

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠવાતા X પર લખ્યું, “લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ થવાની ઘટના અત્યંત ચિંતાજનક છે. કેટલાક લોકોના જીવ ગયા હોવાના દુઃખદ અહેવાલો મળ્યા છે. આ વિસ્ફોટ કેવી રીતે થયો એનો પોલીસ અને સરકારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ. શું આ ઘટના પાછળ કોઈ મોટું કાવતરું છે? દિલ્હીની સુરક્ષા બાબતે બેદરકારી સહન કરવામાં નહીં આવે.”

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે X પર પોસ્ટ કરીને લખ્યું, “દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલો વિસ્ફોટ હૃદયદ્રાવક છે. આ દુ:ખદ ઘટનામાં મૃતકોના આત્માઓને શ્રદ્ધાંજલિ, મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મૃતકોના આત્માઓને શાંતિ મળે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય.”

ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે X પર લખ્યું, “દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની ઘટના અત્યંત પીડાદાયક અને દુર્ભાગ્યપૂર્ણ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના.”

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું, “દિલ્હીમાં થયેલો વિસ્ફોટ ખૂબ જ દુ:ખદ અને ગંભીર ઘટના છે. તેની દરેક એન્ગલથી તપાસ થવી જોઈએ. રાષ્ટ્રની રાજધાનીમાં આ વિસ્ફોટથી ચિંતાજનક. મૃતકો પ્રત્યે ઊંડી સંવેદના. તમામ ઘાયલોને સારામાં સારી સારવાર મળવી જોઈએ.”

આ પણ વાંચો…દિલ્હીમાં આત્મઘાતી હુમલો: લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ, 9નાં મોત, જાણો શું છે આખો ઘટના ક્રમ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button