દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં મંગાવાઇ કેક, અનેક સવાલો વચ્ચે વિડીયો વાયરલ

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ છે. ત્યારે દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનની ઓફિસ બહારની એક તસવીરે આશ્ચર્ય ઉભું કર્યું છે. જેમાં પાકિસ્તાની હાઈ કમિશનના એક કર્મચારી કેક લઇન આવતો જોવા મળ્યો. ત્યારે આ કેક લાવવા પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.આ ઘટનામાં મીડિયા કર્મીએ આ કર્મચારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જેના પગલે હજુ સુધીએ સ્પષ્ટ નથી થયું કે આ કેક કયા કારણસર મંગાવવામાં આવી છે.
પાકિસ્તાની દૂતાવાસની સુરક્ષા પણ ઘટાડી દેવામાં આવી
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પાકિસ્તાની હાઈ કમિશનનોએક કર્મચારી હાથમાં કેક લઈને ચાલી રહ્યો છે. જેને મીડીયા કર્મી પૂછવાનો પ્રયાસ કરે છે. જોકે તેણે કોઇ જવાબ આપ્યો ન હતો. જ્યારે બીજી તરફ પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધો પર અસર દેખાવા લાગી છે. દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસની સુરક્ષા પણ ઘટાડી દેવામાં આવી છે. તેમજ હાલ કોઈ સુરક્ષા કર્મચારી દેખાતા નથી.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહેલગામના મુખ્ય પર્યટન સ્થળ બૈસરનમાં આતંકવાદીઓએ હુમલો કર્યો જેમાં 26 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા છે. જેની બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન વિરુદ્ધ અનેક આકરા પગલાં લેવાની જાહેરાત કરી છે.
આપણ વાંચો: અરબ સાગરમાં નૌકા દળની મોટી હિલચાલ, હાથ ધરી કવાયત