નેશનલ

Delhi માં મહિલા દિવસે સરકાર મહિલાઓ માટે કરી શકે છે બે મોટી જાહેરાત…

નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)સરકાર બનાવ્યા બાદ ભાજપએ ચૂંટણી વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ રેખા ગુપ્તાએ યમુના નદીની સફાઈ અભિયાન શરૂ કર્યું છે. હવે શનિવારે તે દિલ્હીના લોકોને બે મોટી ભેટ આપવા જઈ રહી છે. હોળી પહેલા દિલ્હી કેબિનેટ શનિવારે બે મોટી યોજનાઓ મંજૂર થશે. સીએમ રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળની સરકાર શનિવારે મહિલા સમૃદ્ધિ યોજના અને હોળી-દિવાળી દરમિયાન સિલિન્ડર આપવાની યોજના મંજૂર કરશે.

Also read : International Women’s Day: મોદી સરકારની મહત્વકાંક્ષી 10 યોજના જેણે બદલ્યું મહિલાઓનું જીવન…

હોળી-દિવાળી પર એક સિલિન્ડર આપવાની જાહેરાત કરાશે

મહિલા સમૃદ્ધિ યોજનાની જાહેરાત શનિવાર બપોરે 12 વાગ્યા પછી કરવામાં આવશે. આ સાથે, હોળી-દિવાળી પર એક સિલિન્ડર આપવાની જાહેરાત પણ આવતીકાલે કરવામાં આવશે. આ બંને યોજનાઓ શનિવારે સવારે 11 વાગ્યે દિલ્હી કેબિનેટમાં પસાર થશે. તેની બાદ સ્ટેડિયમ ખાતે બંને યોજનાઓના અમલીકરણની જાહેરાત કરવામાં આવશે.

ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું વચન

ભારતીય જનતા પાર્ટીએ 17 જાન્યુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીની ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી અને હોળી અને દિવાળી પર એક સિલિન્ડર મફત આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

આ સાથે જેપી નડ્ડાએ કહ્યું હતું કે ભાજપ સરકાર બને તો પણ દિલ્હીમાં ચાલી રહેલી તમામ જન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે. તે બધી યોજનાઓને વધુ અસરકારક રીતે મજબૂત બનાવવામાં આવશે.

Also read : Delimitation Row : સીમાંકન મુદ્દે સ્ટાલિને મોરચો માંડ્યો, સાત રાજ્યના મુખ્યમંત્રીને બેઠક માટે આમંત્રણ

દિલ્હી વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી

દિલ્હીની 70 વિધાનસભા બેઠકમાંથી ભાજપે 48 બેઠકો જીતીને સરકાર બનાવી. જયારે આમ આદમી પાર્ટી ફક્ત 22 બેઠકો પર સમેટાઈ ગઈ. ભાજપે રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા. રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી તરીકે શપથ લેતાની સાથે જ યમુના નદીના સફાઈનું કામ શરૂ કરી દીધું હતું. હવે તે અન્ય વચનો પૂરા કરવામાં વ્યસ્ત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button