નેશનલ

દિલ્હી તુર્કમાન ગેટ હિંસા: 11 લોકોની ધરપકડ, સપા સાંસદની ભૂમિકા શંકાના દાયરામાં

મસ્જિદ તોડવાની અફવાએ ભડકાવી હિંસા, આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડી

નવી દિલ્હીઃ દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના અતિક્રમણવાળા વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતા, જે બાદ હિંસા પણ ભડકી હતી. જેથી આ મામલે અત્યારે સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ 11 લોકોમાં એક સગીરની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સામે દિલ્હી પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે પણ દિલ્હી પોલીસ દ્વારા છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

તુર્કમાન ગેટ વિસ્તારમાં પોલીસ તૈનાત

દિલ્હી પોલીસ દ્વારા ગઈકાલે અફાન, આદિલ, શાહનવાઝ, હમઝા, અથર અને ઉબેદની ધરપકડ કરવામાં આવી હતી. આ છ આરોપીઓ તુર્કમાન ગેટ પાસે જ રહેતા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે દરેક આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. આ લોકોને જામીન મળશે કે કેમ? તે બાબતે હવે સુનાવણી કરવામાં આવશે. અત્યારે પણ જ્યાં હિંસા ભડકી અને પથ્થરમારો થયો હતો ત્યાં દિલ્હી પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આખા વિસ્તારમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

શું હતો આ સમગ્ર મામલો?

દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના અતિક્રમણવાળા વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હિંસા અને પથ્થરમારાની ઘટના મામલે ચાંદની મહલ પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ સંદીપના નિવેદનના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં અત્યારે સુધીમાં કુલ મળીને 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ મહિબુલ્લા નદવીની ભૂમિકા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

તુર્કમાન ગેટ હિંસામાં પ્રકાશમાં આવેલી 10 મહત્વની વિગતો…

  1. સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાઈ કે મસ્જિદને પાડવામાં આવી રહી છે
  2. અફવાના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને હિંસા ભડકી
  3. તુર્કમાન કેસમાં ટોળાએ પોલીસ અને એમસીડીની ટીમ પર હુમલો કર્યો
  4. આ હુમલામાં પોલીસના પાંચ જવાનો ઘાયલ થયા
  5. આ હિંસામાં ટોળા દ્વારા કાચની બોતલો અને પથ્થર ફેકવામાં આવ્યાં
  6. પોલીસ પર હુમલામાં 150 થી 200 લોકો સામેલ હોવાની પ્રાથમિક જાણકારી
  7. કાર્યવાહી દરમિયાન લગભગ 36 હજાર ચોરસ ફૂટનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું
  8. પોલીસને ઘટના સ્થળના 450 વીડિયા હાથ લાગ્યાં, જેમાં 30 લોકો રડાર પર છે
  9. ચારથી પાંચ વોટ્સએપ ગ્રુપ અને 10 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ દ્વારા અફવા ફેલાવવામાં આવી
  10. હિંસામાં સમાજવાદી પાર્ટીના સાંસદ મહિબુલ્લા નદવીની ભૂમિકા હોવાની આશંકા

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button