નેશનલમહારાષ્ટ્ર

Pune airport: દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ રનવે પર ટગ ટ્રેક્ટર સાથે અથડાઈ


Pune: પુણે એરપોર્ટ(Pune airport) પર એક ગંભીર દુર્ઘટના સર્જાતા રહી ગઈ. ગુરુવારે પુણેથી દિલ્હી જતી એર ઇન્ડિયા(Air India)ની ફ્લાઈટ રનવે પર ટગ ટ્રેક્ટર સાથે અથડાઈ હતી, એરક્રાફ્ટમાં 180 મુસાફરો સવાર હતા. અથડામણને કારણે વિમાનને નુકસાન થયું થયું હતું, મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી.

એક અહેવાલ મુજબ 180 મુસાફરોને લઈ જતા વિમાનને તેના નોઝ અને લેન્ડિંગ ગિયરની નજીકના ટાયરને નુકસાન થયું હતું. દુર્ઘટના બાદ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

DGCA એ આ ઘટના પાછળનું કારણ જાણવા કરવા માટે તપાસ શરૂ કરી છે. પ્રારંભિક અહેવાલો મુજબ ટગ ટ્રેક્ટર ટેક્સી પ્રક્રિયા દરમિયાન પ્લેન સાથે અથડ્યું હતું. એરપોર્ટની કામગીરી વિક્ષેપ વિના ચાલુ રહી, જોકે અસરગ્રસ્ત એરક્રાફ્ટને નિરીક્ષણ અને સમારકામ માટે સર્વિસમાંથી દૂર કરવામાં આવ્યું હતું અને હવે તે કામગીરી માટે તૈયાર છે.

એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે એરલાઈને સંપૂર્ણ રિફંડ અને કોમ્પ્લીમેન્ટરી રીશેડ્યુલિંગની વ્યવસ્થા કરી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું કે અમારા એક એરક્રાફ્ટ સાથે સંબંધિત એક ઘટના બની હતી, પુણેથી દિલ્હીની ફ્લાઈટના પુશબેક સમયે ધટના બની હતી. એરક્રાફ્ટને તપાસ માટે ત્યાં જ રાખવામાં આવ્યું હતું, બધા મુસાફરોને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા, અને ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. મુસાફરોને આખરે તેમના રીફંડ આપવામાં આવ્યું છે અને રીશેડ્યુલિંગની ઓફર કરવામાં આવી. આ ઘટનાની તપાસ જ શરૂ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button