દિલ્હી બ્લાસ્ટમાં નવો ખુલાસો: આતંકવાદીઓની વચ્ચે મતભેદો હતા અને ઉમરની એક ભૂલે બગાડ્યું કામ…

નવી દિલ્હી : 10 નવેમ્બરના દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં વપરાયેલી હ્યુન્ડાઈ i20 કારના ડ્રાઈવર ઉમર-ઉન-નબી અંગે એક મોટો ખુલાસો થયો છે. વિસ્ફોટનું કાવતરૂં ઘડનાર આતંકવાદીઓની વચ્ચે મતભેદો હતા. આદિલની સાથે ઉમર પણ વિસ્ફોટ કરનારો માસ્ટરમાઈન્ડ હતો. આ કેસમાં જાણવા મળ્યું છે કે અદીલ અહમદ રાથેરના લગ્નમાં પણ ઉમર હાજર રહ્યો નહોતો.
આતંકીઓ વચ્ચે વિચારધારા અને નાણાકીય વિવાદ
હરિયાણાના ફરિદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલો કાશ્મીરી ડૉક્ટર ઉમર-ઉન-નબી દિલ્હી કાર બ્લાસ્ટ મુદ્દે સેન્ટરમાં છે. ઉમર આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને અનુસરતો હતો, જ્યારે અન્ય આરોપી આદિલ આતંકવાદી સંગઠન અલ-કાયદાની વિચારધારામાં માનતો હતો. બંને વચ્ચે વિચારધારાને લઈ મતભેદ હતો. જોકે બંને સંગઠનના મૂળ ‘સલાફીવાદ’ અને ‘જેહાદવાદ’ છે, આ વિચારધારાનો તફાવત તેમના વિવાદનું મુખ્ય કારણ હતો.
આ પણ વાંચો : ‘મુઝમ્મિલે 6.5 લાખમાં એકે-47 ખરીદી હતી’, દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની તપાસમાં થયા મોટા ખુલાસા
અન્ય કારણોને લઈને બંને વચ્ચે વિવાદ હતો
દિલ્હી વિસ્ફોટ પાછળના ‘વ્હાઇટ-કોલર’ આતંકવાદી મોડ્યુલમાં ઉમર સૌથી વધુ કટ્ટરપંથી આતંકી હતો. આ વિવાદ માત્ર વિચારધારા પૂરતો સીમિત નહોતો. ઉમરને નાણાકીય બાબતો અને હુમલો કરવાની પદ્ધતિ અંગે પણ અન્ય સભ્યો સાથે મતભેદો હતા. ઉમરે અગાઉ કાશ્મીરના કાઝીગુંડની મુલાકાત લીધી હતી, જેથી મતભેદ ઉકેલી શકાય અને અન્ય જગ્યાના વિસ્ફોટના મિશનમાં પણ સફળ થઈ શકે. તેમની વચ્ચે વિચારદારા જ નહીં, પણ ઉમરના નાણાકીય બાબત અને હુમલો કરવાની પદ્ધતિ અંગે પણ મતભેદો હતો.
આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટમાં નવો ખુલાસો: આતંકી ફંડિંગની માસ્ટરમાઇન્ડ ડૉ. શાહીન!
હુમલાની યોજનામાં બદલાવ
ઉમર-ઉન-નબી દ્વારા ચલાવવામાં આવેલી i20 કારના વિસ્ફોટમાં પંદર લોકોનાં મોત થયાં હતાં અને ઘણા ઘાયલ થયા હતા. જોકે, ઉમરે શરૂઆતમાં લાલ કિલ્લાના પાર્કિંગ લોટ પાસે બોમ્બ વિસ્ફોટ કરવાનું આયોજન હતું, જે એક બિઝી વિઝિટર ડેસ્ટિનેશન સાથે માર્કેટ પણ આવેલું છે, જે પર્યટન વિસ્તાર પણ છે. આ કેસમાં સહયોગી શાહીન સઈદ અને મુઝમ્મિલ શકીલની ધરપકડ બાદ તે ડરી ગયો હતો. ઉમર ભૂલી ગયો કે લાલ કિલ્લો સોમવારે બંધ રહે છે. પાર્કિંગ લોટ પર ભીડ નહીં જોતાં તેણે ત્યાં ત્રણ કલાક રાહ જોઈ અને બાદમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પર ટ્રાફિક સિગ્નલ પાસે i20 કારમાં વિસ્ફોટ કર્યો હતો.
આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસ: NIA દ્વારા 6 આરોપી ઝડપાયા, 10 દિવસના રિમાન્ડમાં ખૂલશે નવા રહસ્યો
ઉલ્લેખનીય છે કે વિસ્ફોટના કલાકો પહેલાં જમ્મુ અને કાશ્મીર પોલીસે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી જૂથ અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડાયેલા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય “વ્હાઇટ-કોલર” આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવાની જાહેરાત કરી હતી. પોલીસે દિલ્હી વિસ્ફોટમાં કથિત રીતે વપરાયેલા એમોનિયમ નાઇટ્રેટ સહિત 2,900 કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત કર્યા હોવાનું પણ જણાવ્યું હતું.



