નેશનલ

દિલ્હી બ્લાસ્ટઃ આત્મઘાતી બોમ્બર ઉમર નબીનું ઘર તોડવા મુદ્દે ભાજપના નેતાએ કર્યો વિરોધ

નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટ થયો હતો તેમાં આત્મઘાતી હુમલાખોર ઉમર નબીના ઘરને સરકારે પાડી દીધું હતું. જોકે, તેમાં પણ હવે વિવાદ શરૂ થયો છે. ઉમર નબીના ઘરને તોડ્યાને ચાર દિવસ થઈ ગયાં છે. ઉમર નબીના ઘરને પાડ્યાં બાદ હવે કશ્મીર ઘાટીના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા અરશદ અહમદ ભટને સરકારનો વિરોધ કર્યો છે.

ભાજપ નેતા અરશદ અહમદ ભટનું કહેવું છે કે, ઘર તોડવું કે વિસ્ફોટ કરવો એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી એના બદલે આતંકવાદને નાથવા માટે અસરકારક ઉપાયો અજમાવવા જોઈએ. આ મુદ્દે અરશદ અહમદ ભટે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ શેર કર્યા બાદ વિવાદ શરૂ થયો છે.

આપણ વાચો: ‘દિલ્હીમાં લાલ કિલ્લા પાસે i20 કારમાં વિસ્ફોટ થયો…’, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપ્યું નિવેદન…

ભાજપ નેતાએ સરકારનો વિરોધ કર્યો

અરશદ અહમદ ભટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું કે, ચાલો આપણે આ વિધ્વંસ અને વિસ્ફોટની નીતિને ખતમ કરીએ અને તેની જગ્યાએ આતંકવાદ સામે લડવા માટે મજબૂત અને વધુ પ્રભાવિ ઉપાયો અપનાવીએ’. અરશદ અહમદ ભટના માનવા પ્રમાણે ઉમર નબીના ઘરને પાડ્યું તે કામ સરકારે ખોટું કર્યું છે.

ઉમર નબીએ આત્મઘાતી બોમ્બર બનીને દિલ્હીમાં બ્લાસ્ટ કર્યો હતો. જેના કારણે સરકારે ઉમર નબીના ઘરને તોડી પાડીને કાર્યવાહી કરી હતી. જેનો કેટલાક લોકોએ વિરોધ કર્યો તો કેટલાકે આને સારી કાર્યવાહી પણ ગણાવી હતી.

આપણ વાચો: દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં વિસ્ફોટ, અફરાતફરીનો માહોલ…

નબીના પરિવાર અંગે નેતાનું નિવેદન

ભાજપના નેતા અરશદ અહમદે કહ્યું કે, આ જ વાત પરિવારના અન્ય સભ્યો પર પણ લાગુ પડે છે. તેમને આપમેળે જ દોષી ના માની શકાય. આતંકવાદી સાથે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. શક્ય છે કે અરશદ અહમદની આ વાત સાથે દેશના અનેક લોકો સહમત ના પણ થાય! અરશદ અહમદે કહ્યું કે, અમે કશ્મીરમાં બેધારી તલવાર પર જિંદગી જીવી રહ્યાં છે.

કોઈ પણ મા કે પિતા પોતાના દીકરાને મરતો ના જોઈ શકે. દિલ્હી બ્લાસ્ટ બાદ 14 નવેમ્બરે ઉમર નબીના ઘરને તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘરમાં ઉમર નબીનો આખો પરિવાર રહેતો હતો. અરશદ અહમદ ભટનું એવું પણ કહેવું છે કે કેટલાક લોકોના કારણે દરેક ડૉક્ટરોને દોષિત ના માની શકાય. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ભારતમાં સુરક્ષા એજન્સી તપાસ કરીને કાર્યવાહી કરી રહી છે.

કોણ છે આ અરશદ અહમદ ભટ?

અરશદ અહમદ ભટની વાત કરવામાં આવે તો, તેઓ પુલાવામામાં રહે છે. ગત વર્ષે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજપોરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતાં. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉમર નબીના કેસમાં અરશદ અહમદ ભટે કહ્યું કે, પરિવારના કોઈ સભ્યે કરેલા કૃત્ય માટે આખા પરિવારને કંલકિત ના કરવો જોઈએ. કોઈ પણ આતંકવાદીના પિતાના આતંકવાદી ના કહી શકાય, એટલું જ નહીં પરંતુ તેની તુલના તેના આતંકવાદી પુત્ર સાથે પણ ના કરી શકાય.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button