નેશનલ

દિલ્હી બ્લાસ્ટ: અલ ફલાહ યુનિવર્સિટીમાંથી આતંકવાદી શાહિનની વધુ એક ‘બ્રેન્ઝા’ કાર જપ્ત

શાહિનની સિલ્વર કલરની બ્રેન્ઝા કાર (HR 87U9988) જપ્ત, અગાઉ કારમાંથી AK-47 મળી હતી

નવી દિલ્હી/ફરિદાબાદઃ ફરિદાબાદના ધૌંજ સ્થિત અલ ફલાહ યુનિવર્સિટીમાં જમ્મુ કાશ્મીર પોલીસે વધુ એક કારને જપ્ત કરી છે. સિલ્વર કલરની બ્રેન્જા કાર (HR 87U9988) ધરપકડ કરવામાં આવેલી મહિલા વિંગની કમાન્ડર ડોક્ટર શાહિનના નામે રજિસ્ટર છે. સપ્ટેમ્બર, 2025માં કાર ખરીદવામાં આવી હતી. કારને યુનિવર્સિટીનો એક ડોક્ટર ઉપયોગ કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પકડવામાં આવ્યો છે. ડોક્ટર શાહિનની જમ્મુ પોલીસે પૂછપરછ કરવાની સાથે કાર અને ડોક્ટર પર પણ કાર્યવાહી કરી છે. એવું પણ કહેવાય છે કે આ કાર શાહિન ચલાવતી હતી.

અગાઉની કાર પણ શાહિનના નામે હતી…

યુનિવર્સિટીમાં પાર્ક કરેલી કારની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહોંચી છે. એના સિવાય પોલીસની મોટી ફોર્સને પણ તહેનાત કરવામાં આવી છે. આ અગાઉ એક ડિઝાયર કાર મળી હતી, જે પણ ડોક્ટર શાહિનના નામે હતી. એ કારમાંથી એકે-47 મળી આવી હતી. બીજી બાજુ લાલ કિલ્લામાં થયેલા બ્લાસ્ટ માટે વાપરવામાં આવેલી કાર ફરિદાબાદમાંથી ખરીદવામાં આવી હતી. આતંકવાદીઓ ઓએલએક્સ મારફત ડીલ કરી હતી, એના પછી ફરિદાબાદ આવીને લઈ ગયા હતા.

આતંકવાદીઓ કારને બોમ્બ બનાવીને વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા. સિરિયલ બ્લાસ્ટ કરવાની યોજના હતી એ પણ એક નહીં ચાર ફિદાયિન બોમ્બ. અત્યારે જપ્ત કરેલી કારની પોલીસ તપાસ પણ કરી રહી છે. પહેલા શાહિનની સ્વિફ્ટ મળી હતી, પછી ઉમરની i20 જે વિસ્ફોટમાં ઉપયોગ કર્યો હતો. લાલ કલરની ઈકો સ્પોર્ટ અને હવે અલ ફલાહ યુનિવર્સિટીમાં શાહિનની બ્રેન્ઝા કાર મળી આવી છે.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા: માસ્ટરમાઈન્ડ ડૉ. ઉમરની ‘લાલ કાર’ મળી, સંબંધી ફહીમની ધરપકડ!

ફરિદાબાદમાં i20 કારમાં કર્યો હતો વિસ્ફોટ

બીજી બાજુ લાલ કિલ્લા નજીકના વિસ્ફોટ માટે કાર ફરિદાબાદથી ખરીદવામાં આવી હતી. આતંકવાદીઓએ ઓએલએક્સ મારફત ડીલ કરી હતી, એના પછી ફરિદાબાદથી લઈ ગયા હતા, એમ ફરિદાબાદના રોયલ કાર ઝોનના માલિક અમિત પટેલે જણાવ્યું હતું. કાર ખરીદવા માટે જે આઈડી આપી હતી, એમાં સરનામું પુલવામાનું હતું. એવું પણ કહ્યું હતું કે કાર નામે કરાવવા માટે આપેલા સમય પહેલા દિલ્હીમાં વિસ્ફોટ કર્યો હતો.

આધાર અને પેન કાર્ડ આપ્યું હતું

ફરિદાબાદ સેક્ટર 37 સ્થિત રોયલ કાર ઝોનના માલિક અમિત પટેલે કહ્યું કે 29મી ઓક્ટોબરના ઓએલએક્સના માધ્યમથી તેમની પાસે એક ગ્રાહક આવ્યો હતો. ગ્રાહકને તેના સ્ટાફ સોનુ નામના વ્યક્તિએ ડીલ કરી હતી. ગ્રાહકે તેને હુન્ડાઈ i20ન કાર માગી હતી ત્યારે સોનુએ મોડલ 2013 અને 2014નું મોડલ બતાવ્યું હતું. એના પછી ગ્રાહકે તરત કાર ખરીદવાનો નિર્ણય કર્યો હતો. કાર ખરીદવા માટેનું આધાર અને પેન કાર્ડ આપ્યું હતું એ જમ્મુ કાશ્મીરના પુલવામામાં નોંધ્યું હતું.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસઃ વિસ્ફોટવાળી કારમાં આતંકી ‘ઉમર’ જ હતો, DNA રિપોર્ટ દ્વારા ઓળખ થઈ સ્થાપિત

આરસી ટ્રાન્સફર માટે 25 દિવસ

અમિત પટેલે જણાવ્યું કે તેના સ્ટાફે ડોક્ટમેન્ટેશનના પૂરા કરવા માટે 29મી ઓક્ટોબરના ચાર વાગ્યે આમિર અને રશિદ નામની બે વ્યક્તિને સોંપી હતી. જો તેમને જરા પણ શક હોત તો આ કાર આપી ના હોત. આમિરે ગાડીની આરસીને ટ્રાન્સફર કરવા માટે 25 દિવસનો સમય માગ્યો હતો. કાર ખરીદવા માટે રિક્ષાથી આવ્યા હતા તેમ જ કારની ઈન્શ્યોરન્સ ડેટ પણ હજુ બચી છે, જ્યારે પોલ્યુશન સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું છે.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, આ તારીખે બ્લાસ્ટ કરવાનું હતું ડો. ઉમરનું ષડયંત્ર

શાહિનની ટાર્ગેટ ગરીબ મુસ્લિમ યુવતીઓ હતી

શાહિન સાઈદ યુપીમાં મોટું ષડયંત્ર રચી રહી હતી. સરહાનપુર અને હાપુડમાં રિક્રૂટ કમાન્ડ સેન્ટર બનાવવાની કોશિશમાં હતા. મુસ્લિમ યુવતીઓને આતંકવાદીઓને તાલીમ આપવાની યોજના હતી. છેલ્લા છ મહિનામાં શાહિન સેન્ટર બનાવવાની તૈયારી કરી હતી. સેન્ટરમાં 10 મોટા રુમ તેમ જ તાલીમ માટેના મોટા રુમ તૈયાર કરવાની યોજના હતી. શાહિનના ટાર્ગેટ પર મુસ્લિમ ગરીબ યુવતીઓ હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button