
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ ઘાતક વિસ્ફોટ થયો હતો. જેના કારણે દિલ્હી સમેત દેશમાં દહેશત ફેલાઈ છે. આ ઘટના બાદ વિવિધ જગ્યા પર પોલીસ સહિત તાપાસ એજન્સીઓ કડક તપાસ હાથ ધરી છે.
જ્યારે દિલ્હીના લાલ કિલ્લા, ચાંદની ચોક, જામા મસ્જિદ, મીના બજાર અને ખારી બાવલી જેવા વિસ્તારો, જે ભારતના ઇતિહાસના મહત્વના સાક્ષી રહ્યા છે, આજે સુનસાન જોવા મળી રહ્યા છે. આ વિસ્ફોટ બાદ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે.
આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓના જીવન પર ગંભીર અસર પડી રહી છે. સ્થાનિક વેપારીઓનો ધંધો લગભગ 99% જેટલો ઘટી ગયો છે. ત્યારે વિસ્તારના રિક્ષા ચાલકોનું માનવું છે કે હવે થોડા સમય સુધી કોઈ પણ સવારી મળવી મુશ્કેલ છે.
સ્થાનિક લોકોના મત પ્રમાણે વિસ્ફોટ સમયે એવો ધરતીકંપ આવ્યો, કે દુકાનો હલી ગઈ ગ્રાહકો ભાગવા લાગ્યા. જામા મસ્જિદ પાસેની સીડીઓ અને મીના બજારની ગલીઓ, જ્યાં પહેલા પગ મૂકવાની જગ્યા નહોતી, આજે સુમસામ છે. અત્યારના સમયે લોકો આ વિસ્તારમાં આવતા પહેલા વિચારે છે.
પોલીસે લાલ કિલ્લા આગળ બેરિકેડિંગ કર્યું છે અને મેટ્રો સ્ટેશન બંધ કરી દીધું છે. ચાંદની ચોકની રિક્ષા સવારીઓમાં પહેલાની ચપળતા નથી રહી. સ્થાનિક વેપારીઓ આશા રાખે છે કે રવિવાર સુધીમાં બજાર ફરી પાટે ચઢશે.
આ પણ વાંચો…રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું મુંબઈમાં તાપમાનનો પારો ૧૯ ડિગ્રીએ



