Top Newsનેશનલ

દિલ્હી બ્લાસ્ટ: આતંકી ઉમરના સહયોગીઓની ઓળખ સાથે કાર પણ મળી, વિસ્તાર ખાલી કરાયો

નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં કરાયેલા બ્લાસ્ટ અંગે એક કરતા અનેક એજન્સી તપાસ કરી રહી છે ત્યારે આ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ જૈશ એ મોહમ્મદના શંકાસ્પદ આતંકવાદી ડૉ. ઉમર ઉન નબીના સાથે ગાડીમાં જે બે લોકો સાથે બેઠા હતા તેમની ઓળખ થઈ ગઈ છે. આ બંને 29 ઓક્ટોબરે ફરિદાબાદના સેક્ટર 27ના એક પેટ્રોલ પંપ પર સાથે જોવા મળ્યાં હતાં. ત્યાં આ લોકોએ કારનું પીયૂસી બનાવ્યું હતું. અહીંથી સમગ્ર ઘટનાનો પ્લાન શરૂ થયો હતો, પરંતુ આ બે વ્યક્તિ છે કોણ? તે મામલે સુરક્ષા એજન્સીને મહત્વની વિગતો હાથ લાગી છે.

ઉમર સાથે રહેલા બે સહયોગી કોણ હતા?

આ મામલે વિગતો આપતાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કારમાં બેઠેલા લોકોની ઓળખ કાશ્મીરના પ્લમ્બર અમીર રશીદ મીર અને દેવેન્દ્ર તરીકે થઈ છે, જેમણે તેને કાર વેચી હતી. અમીરને તો પોલીસે ગઈ કાલે ઝડપી પાડ્યો હતો. તેની સાથે ઉમર રશીદ મીરની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે પાવર ડેવલપમેન્ટના કર્મચારી છે. દેવેન્દ્રને સોમવારે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટના બે કલાકમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટના આરોપીઓનું તુર્કીયે કનેક્શન શું છે, જાણો નવી અપડેટ?

દિલ્હીમાં એલર્ટ જાહેર કર્યું તે કાર પણ ઝડપાઈ

પોલીસે અત્યારે જે કાર પકડી છે તે એ જ કાર છે જેને લઈને દિલ્હી પોલીસ દ્વારા સમગ્ર દિલ્હીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ગાડીને અત્યારે ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે. આ મામલે દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા જાણકારી આપવામાં આવી છે. આ કારની વાત કરવામાં આવે તો આ કાર 22 નવેમ્બર 20174માં દિલ્હીના રાજૌરી ગાર્ડન આરટીઓમાં રજિસ્ટર્ડ થયેલી છે. કાર ઉમર ઉન નબી ઉર્ફે ઉમર મોહમ્મદના નામે ખરીદવામાં આવી હોવોનું પણ તપાસમાં જાણવા મળ્યું છે. ઉમર મોહમ્મદ દિલ્હી કાર બ્લાસ્ટનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે.

રેડ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર અંગે પોલીસે કર્યો ખુલાસો

આ કાર અંગે પોલીસ દ્વારા વધારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, રેડ ફોર્ડ ઇકો-સ્પોર્ટ કાર DL-10-CK-0458 ઉમર મોહમ્મદે નકલી ડોક્યુમેન્ટ અને ખોટું સરનામું આપીને ફરિદાબાદથી ખરીદી હતી. દસ્તાવેજોમાં ઉત્તર પૂર્વ દિલ્હીના વિસ્તારમાં આવેલા ઘરનું સરનામું આપવામાં આવ્યું હતું, જે ખોટું હતું. પોલીસે આ એડ્રેસ મોડી રાત સુધી તપાસ કરીને હતી, પરંતુ ત્યાંથી કોઈ વ્યક્તિ મળી નહોતી. સુરક્ષા એજન્સી અત્યારે આગળની તપાસ કરી રહી છે. કારને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે. સુરક્ષાની દૃષ્ટિએ વિસ્તારને પણ ખાલી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, પોલીસ શોધી રહી છે લાલ ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર…

29 ઓક્ટોબરે અમીર અને દેવેન્દ્ર બંને ડૉ. ઉમર સાથે હતા

સુરક્ષા એજન્સીનું કહેવું છે કે, 29 ઓક્ટોબરે અમીર રશીદ મીર અને દેવેન્દ્ર બંને ડૉ. ઉમર સાથે હતાં. બ્લાસ્ટમાં વપરાયેલી આઈ20 કાર રવિવારે રાત્રે હરિયાણાના મેવાતના એક ટોલ પ્લાઝા પર પહેલી વખત જોવા મળી હતીં. એટલું જ નહીં પરંતુ આ દિલ્હીમાં બ્લાસ્ટ પહેલા લાલ કિલ્લા પાસે આવેલી સુવર્ણ મસ્જિદના પાર્કિંગમાં શંકાસ્પદ આત્મઘાતી બોમ્બર સાથે ત્રણ કલાક સુધી એકલી ઉભી રહી હતી. ત્યાર બાદ કાલ લાલ કિલ્લા પાસે આવી અને બ્લાસ્ટ કર્યો હતો.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button