
નૂહ : દિલ્હી વિસ્ફોટ બાદ હરિયાણાનો મેવાત અને નૂહ જીલ્લા તપાસ એજન્સીઓના રડાર પર છે. જેમાં પણ નૂહ જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયાના તપાસ એજન્સીઓને સઘન તપાસ હાથ ધરી છે. જેમાં ડોક્ટર ગેંગની પૂછતાછમાં અન્ય ત્રણ એમબીબીએસ ડોક્ટર, એક ખાતર વેપારી અને એક મોલવીની અટકાયત કરવામાં આવી છે. તેમજ આ કનેક્શનને લઈને તેમની સઘન પૂછતાછ કરવામાં આવી રહી છે.
બંને અલ-ફલાહ યુનિવર્સિટી માં અભ્યાસ કરતા હતા
આ અંગે ગુરુવારે મોડી રાત્રે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ફિરોઝપુર ઝીરકા વિસ્તારમાંથી વધુ બે ડોક્ટરોની ધરપકડ કરી હતી. આ લોકોની ઓળખ સુનહેરાના રહેવાસી ડો. મુસ્તકીમ અને અહમદબાસના રહેવાસી ડો. મોહમ્મદ તરીકે થઈ છે. આ બંને અલ-ફલાહ યુનિવર્સિટી માં અભ્યાસ કરતા હતા.
બંને શંકાસ્પદના આતંકવાદી ઓમર સાથે નજીકના સંબંધો
જયારે સૂત્રોના જણાવ્યા અનુસાર ડો. મુસ્તકીમે ચીનથી એમબીબીએસ કર્યું હતું અને 2 નવેમ્બરના રોજ અલ-ફલાહ યુનિવર્સિટીમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરી હતી. ડો. મોહમ્મદ, જેમણે ચીનથી એમબીબીએસ પણ પૂર્ણ કર્યું હતું તે પણ ત્યાં ઇન્ટર્નશિપ કરી રહ્યા હતા. આ બંને શંકાસ્પદના આતંકવાદી ઓમર સાથે નજીકના સંબંધો હતા.
ખાતર વિક્રેતા પર એમોનિયમ નાઈટ્રેટ વેચવાની શંકા
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ઉમરની કાર સીસીટીવીમાં કેદ થઈ હતી આ વીડિયો વાઈરલ થયો છે. આ અગાઉ, નુહમાં એક ડોક્ટર અને ખાતર વિક્રેતાની અટકાયત કરવામાં આવી હતી. ખાતર વિક્રેતા પર એમોનિયમ નાઈટ્રેટ વેચવાની શંકા છે. થોડા દિવસો પૂર્વે તાવાડુની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતા અને અલ-ફલાહમાં અભ્યાસ કરતા ડૉ. રીહાનની પણ નુહ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મેવાત પ્રદેશના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અલ-ફલાહ યુનિવર્સિટીમાં ભણે છે. તેથી મેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરોની સતત ધરપકડથી વાલીઓમાં ચિંતા વધી ગઈ છે.
આ પણ વાંચો…દિલ્હી વિસ્ફોટમાં મોટો ખુલાસો, ડો. ઉમરનું પાકિસ્તાન કનેક્શન પ્રકાશમાં આવ્યું…



